કેરાલાના મુખ્યમંત્રીનું નામ સોનાની દાણચોરીમાં ઊછળ્યું
નવી દિલ્હી, કેરાલા વિધાનસભા ચૂંટણી પહેલા જ મોટો ભૂકંપ આવ્યો છે. કેરાલાના મુખ્યમંત્રી પી. વિજયનનુ નામ સોનાની દાણચોરીમાં ઉછળ્યા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. મળતી વિગતો પ્રમાણે સોનાની દાણચોરી પ્રકરણમાં પકડાયેલી મહિલા સ્વપ્ના સુરેશે કસ્ટમ વિભાગની પૂછપરછમાં મુખ્યમંત્રી પી.વિજયન અને કેબિનેટના બીજા ત્રણ મંત્રીઓના નામ આપ્યા છે. Prime accused in the Kerala gold smuggling case alleges that CM Pinarayi Vijayan colluded with the former Consul General of UAE for illegal monetary transactions.
આ તમામ ગોલ્ડ સ્મગલિંગમાં સામેલ હોવાની વાત સ્વપ્ના કહી રહી છે. સ્વપ્નાએ કસ્ટમ વિભાગને આપેલા નિવેદન અંગે કસ્ટમ વિભાગે કેરાલા હાઈકોર્ટમાં સોગંદનામુ કરીને કહ્યુ હતુ કે, પી વિજયનને અરબી ભાષા નહી આવડતી હોવાથી આરોપી સ્વપ્ના સુરેશ કોન્સ્યુલેટ જનરલ સાથે વાતચીતમાં દુભાષિયાનુ કામ કરતી હતી.
સોનાના સ્મગલિંગમાં પી વિજયન અને બીજા મંત્રીઓને કરોડો રુપિયાનુ કમિશન મળતુ હતુ. આ ખુલાસો થયા બાદ હવે વિપક્ષ હુમલાવર છે.વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાએ વિધાનસભામાં કહ્યુ હતુ કે, કોંગ્રેસ છેલ્લા કેટલાક મહિનાઓથી ગોલ્ડ સ્મગલિંગના આરોપ લગાવી રહી હતી અને આ આરોપ સાચા પડયા છે.