Western Times News

Gujarati News

નેવીની ઉપસ્થિતિને કારણે કચ્છ તરફ દુશ્મનો આંખ ઉઠાવવાની હિંમત નથી કરતાઃ PM

આજે દેશમાં એવી સરકાર પણ છે કે દેશની એક ઈંચ જમીન સાથે પણ સમજુતી કરે તેમ નથી: PM

સરહદે તૈનાત જવાનોને મોદીનું સંબોધન-ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનશેઃ મોદી-કચ્છમાં જવાનો સાથે મોદીએ દિવાળીની ઉજવણી કરી

(એજન્સી)કચ્છ, કચ્છની આ દરીયાઈ સરહદ ભારત વિરોધી ષડયંત્રનો સામનો કરે છે. ભૂતકાળમાં આ સીમાને રણભૂમિ બનાવવાનો પ્રયાસ કર્યો છે. દુશ્મનની નાપાક નજર સરક્રીક પર ટકી છે. દેશ નિશ્ચિત છે કારણ કે સુરક્ષામાં આપ તહેનાત છો. આ વાત દુશ્મન પણ સારી રીતે જાણે છે. ૧૯૭૧ના યુદ્ધમાં કેવી રીતે જડબાતોડ જવાબ આપ્યો હતો. Prime Minister celebrates Diwali with Indian Army officials and personnel by giving them sweets, in Kachchh.

નેવીની ઉપસ્થિતિને કારણે સીરક્રીક કચ્છ તરફ દુશ્મન આંખ ઉઠાવવાની હિંમત નથી કરતા. ભારત સંરક્ષણક્ષેત્રે આત્મનિર્ભર બનવાની દિશામાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ભારત દેશમાં સબમરીન બનવા લાગી છે અને ડ્રોન અંગેની કામગીરી પણ ચાલી રહી છે. પહેલા ભારત દેશ શસ્ત્રોની આયાત કરતું હતું પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, બીએસએફના જવાનોને સંબોધતા કહ્યું કે, આજે દેશમાં એવી સરકાર પણ છે કે દેશની એક ઈંચ જમીન સાથે પણ સમજુતી કરી શકે તેમ નથી. સરક્રીકને હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ વખતે મે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે બુલંદ અવાજે વિરોધ કર્યો હતો. આજે જયારે અમને જવાબદારી મળી છે ત્યારે સેનાના સંકલ્પના હિસાબોને ધ્યાને લેવામાં આવી રહ્યો છે. દુશમનની વાતો પર નહીં, સેનાના સંકલ્પો પર ભરોસો કરી રહ્યા છીએ.

૨૧મી સદીની જરૂરીયાતને ધ્યાને રાખીને સેના, સુરક્ષાબળોને આધુનિક સાધનો આપી રહ્યા છીએ તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણી સેનાને વિશ્વકક્ષાની મિલિટરી ફોર્સની કતારમાં ઊભા રાખવા માગીએ છીએ. રક્ષા ક્ષેત્રમા આત્મનિર્ભર ભારત બને તેવી નેમ આ સરકારની છે. આજે ભારતમાં આપણી પોતાની સબમરીન બની રહી છે. તેજસ ફાઈટર પ્લેન વાયુસેનાની તાકાત બની રહી છે.

દેશની સેના, સુરક્ષા બળોને ધન્યવાદ આપુ છુ કે ૫૦૦૦થી વધુ સૈન્ય ઉપકરણોની યાદી બનાવી છે જે વિદેશથી નહીં ખરીદાય. આત્મનિર્ભર ભારત પર આધાર છે.ડ્રોન ટેકનોલોજી ન્યુ એજ ટુલ્સ ગણાય છે. યુદ્ધમાં ગયેલા દેશ તેનો ઉપયોગ કરે છે. ડ્રોનથી કોઈ વ્યક્તિ કે જગ્યાની ઓળખ કરવા, સામન પહોચાડવા, હથિયારના રૂપમાં થઈ રહ્યો છે. ડ્રોન ટેકનોલોજીની મદદથી ભારત પણ સેનાને સશક્ત કરી રહી છે. પ્રિડેકટર ડ્રોન ખરીદવામાં આવી રહ્યાં છે.તેને જોડાયેલ સ્ટ્રેટજી બનાવાઈ રહી છે. સ્વદેશી ડ્રોન બનાવાવમાં ભારતીય કંપનીઓ લાગી છે.

ત્રણેય સેનાને જોડી દેવાઈ છે. જેના કારણે તેમનુ સામર્થય અનેક ગણુ વધી જશે. આર્મી, નેવી, એરફોર્સ એક-એક લાગે છે. પણ જ્યારે સંયુક્ત અભિયાન વખતે ૧-૧ નહીં પરંતુ ૧૧૧ દેખાય છે. બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ થઈ રહ્યું છે. લદ્દાખ, અરુણાચલ પ્રદેશમાં રોડ બનાવ્યા છે. ૪૦૦થી વધુ પૂલ બનાવ્યા છે. ઓલ વેઘર કનેકટિવીટી માટે ટનલ ૧૦ વર્ષમાં નિર્માણ પામી છે. સરહદી ગામને આખરી ગામની માન્યતા બદલીને પ્રથમ ગામની ઉપમા આપી છે.

વાઈબ્રન્ટ વિલેજ યોજના હેઠળ ત્યાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસન પ્રવૃતિ વધારવામાં આવી રહી છે. ગ્રામ્ય જનોનું જીવન ધોરણ સુધરશે.પીએમ મોદી માટે આ મુલાકાત ખાસ છે, કારણ કે આ પહેલીવાર છે જ્યારે વડાપ્રધાન બન્યા બાદ તેઓ ગુજરાતમાં જવાનો સાથે દિવાળી ઉજવી છે. દિવાળીના તહેવારોને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીએસએફના જવાનોને મિઠાઇ ખવડાવી હતી.

અગાઉ પીએમ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી વર્ષ ૨૦૨૩ હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે, તમામ દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશના આ પવિત્ર તહેવાર પર હું દરેકને સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છા પાઠવું છું.

માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે. વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિયાચીનમાં તહેનાત સુરક્ષાદળો સાથે દિવાળી મનાવી હતી. તે પછીના વર્ષે તેમણે ૧૯૬૫ના યુદ્ધમાં ભારતીય સેનાની સિદ્ધિઓને માન આપવા પંજાબમાં ત્રણ યુદ્ધ સ્મારકોની મુલાકાત લીધી.

૨૦૧૬માં તેમણે હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી અને ચીન સરહદ નજીક આઈટીબીપી, ડોગરા સ્કાઉટ્‌સ અને આર્મીના જવાનોને મળ્યા. વર્ષ ૨૦૧૭માં પીએમ મોદીએ ઉત્તર કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં દિવાળીની ઉજવણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.