વડાપ્રધાન મોદી સૈનિકો સાથે મનાવશે દિવાળી
(એજન્સી)નવી દિલ્હી, આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ભારતીય સેનાના જવાનો સાથે દિવાળીનો તહેવાર મનાવવા માટે જમ્મુના અખનૂર સેક્ટરમાં જઈ શકે છે. Prime Minister Modi will celebrate Diwali with soldiers
આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી સૈનિકો સાથે દિવાળીનો તહેવાર ઉજવશે. ગયા વર્ષે પણ તેઓ દિવાળીના અવસર પર કારગિલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભારતીય સેનાના જવાનો સાથે રોશનીનો તહેવાર ઉજવ્યો હતો.
૮ નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આ દિવાળી પર સ્થાનિક રીતે ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવા અને તે ઉત્પાદન અથવા તેના ઉત્પાદક સાથે ‘નમો એપ’ પર સેલ્ફી શેર કરવા માટે આહ્વાન કર્યું છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (Twitter) પર લખ્યું હતું કે, આ દિવાળી, ચાલો નમો એપ પર ઈંર્ફષ્ઠટ્ઠઙ્મ #Vocal for Local સાથે ભારતના ઉદ્યોગસાહસિકતા અને સર્જનાત્મક ભાવનાની ઉજવણી કરીએ. તેમણે કહ્યું હતું કે, “સ્થાનિક રીતે બનેલી પ્રોડક્ટ્સ ખરીદો અને પછી નમો એપ પર પ્રોડક્ટ અથવા ઉત્પાદક સાથે સેલ્ફી શેર કરો.
તમારા મિત્રો અને પરિવારને આ પહેલમાં જાેડાવા અને હકારાત્મકતાની ભાવના ફેલાવવા માટે આહ્વાન કરો. પીએમ મોદીએ કહ્યું, આપણે સ્થાનિક પ્રતિભાને સમર્થન આપવા, સાથી ભારતીયોની રચનાત્મકતાને પ્રોત્સાહિત કરવા અને આપણી પરંપરાઓને સમૃદ્ધ રાખવા માટે ડિજિટલ મીડિયાની શક્તિનો ઉપયોગ કરીએ. ઓક્ટોબરમાં તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં પીએમ મોદીએ પણ ‘વોકલ ફોર લોકલ’ એટલે કે સ્થાનિક ઉત્પાદનોની ખરીદી પર ભાર મૂક્યો હતો.