વડાપ્રધાન મોદી ૧૦મી ઓક્ટોબરે જામનગરમાં સૌની યોજનાના બીજા-તબક્કાનુ લોકાર્પણ કરશે

સૌની યોજનાના લીંક-૧ પેકેજ -પ અને રૂા.૭૦૦ કરોડથી વધુનો ખર્ચે લીંક-૩ પેકેજ-૭ તૈયાર
(એજન્સી) ગાંધીનગર, વડાપ્રધાન મોદી ૧૦મી ઓક્ટોબરે તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન જામનગર ખાતે સૌની યોજના લીંક-૧ પેકેજ-પ અને લીંક ૩ પેકેજ-૭નુૃ લોકાર્પણ કરશે. એટલે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરાશે.
સૌની યોજનાના બીજા તબક્કામાં લીંક-૧ ના પેકેજ-પના લોકાર્પણ દ્વારા કુલ રૂા.૩૧૪.૬૯ કરોડના ખર્ચે ૬૬ કી.મી. લાંબી પાઈપ લાઈન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપીંગ સ્ટેશન ખાતે ૭ પંપ દ્વારા અને ખંભાળીયા તાલુકાના સિધ્ધપુર ગામ પાસેેેે નિર્મિત ફીડર પંપીંગ સ્ટેશન ખાતે ૪ પંપ દ્વારા જામનગર જીલ્લાના પ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ એમ કુલ ૧૦ જળાશયો પાણીથી ભરાશે.
આ પૈકી જામનગર જીલ્લાના ર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૩ એમ કુલ જળાશયો દ્વારા પીવાનુૃ પાણી પણ આપવામાં આવે છે. જેનાથી જામનગર જીલ્લાના લાલપુર અને જામનગર તાલુકાના અંદાજીત ૩ર ગામોના ર૧,૦૦૦ એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા અને કલ્યાણપુર તાલુકાના અંદાજીત ર૩ ગામોના ૧૦,૭૮ર એકર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાનો લાભ.
તેનાથી એેકંદરેે ૬પ,૦૦૦થી પણ વધુ લોકોને ફાયદો થશે.અને આસપાસના કુલ ૩૧૮૪૩ એકર વિસ્તારને સિંચાઈ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળશે. જયારે સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લીંક-પ ના પેકેજ ૭ ના લોકાર્પણ પૈકી કુલ રૂા.૭ર૯૪પ કરોડનો ખર્ચ ૧૦૪.૧૬૦ કી.મી. લાંબી પાઈપ લાઈન દ્વારા કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે નિર્મિત પંપીંગ સ્ટેશન ખાતે પ પંપ દ્વારા જામનગર જીલ્લાના ૪, રાજકોટ જીલ્લાના ર, પોરબંદર જીલ્લના ર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૩ એમ કુલ ૧૧ જળાશયો પાણીથી છલકાશે.
આ પૈકી જામનગર જીલ્લાના ર, રાજકોટ જીલ્લાના ર, પોરબંદરના ૧ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧ એમ કુલ ૬ જળાશયો થકી પીવાનુૃ પાણી પણ આપવામાં આવે છે. જેનાથી રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના અંદાજીત ર૬ ગામોના રપ,૭૩૬ એકર વીસ્તારમાં, જામનગર જીલ્લાના કાલાવડ, જામજાેધપુર તથા જામનગર તાલુકાના અંદાજી ર૦ ગામોના ૧૬૪૭૧ એકર વિસ્તારોમાં તથા દેવભૂમિ દ્વારકાના અંદાજીત ૩૦ ગામોના રર,૭૬૯ એકર વિસ્તારોમાં તથા પોરબંદર તાલુકાના અંદાજીત ૩૦ ગામોના ૬૯૯૧ એકરમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. આમ, એકંદરેે ૧,ર૦,૦૦૦થી વધુ લોકોને આનાથી ફાયદો થશે. અને કુલ ૭૧૯૬૩ એકર વિંસ્તારને સિંચાઈ ની સુવિધા પ્રાપ્ત થશે.