વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વિદેશ નીતિને નવો આકાર આપ્યો છે: વિદેશ મંત્રી
નવીદિલ્હી, વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વિદેશ નીતિને નવો આકાર આપ્યો છે. આ વિદેશ નીતિના કેન્દ્રમાં દેશનું હિત છે.
પરંતુ એ એવી રીતે સામેલ કરવામાં આવ્યું છે કે વૈશ્વિક જરૂરિયાતો સાથે સંપૂર્ણ રીતે જાેડાયેલું રહે.એક પુસ્તકનું વિમોચન કરતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે વડાપ્રધાનની ભાષા, રૂપકો, દેખાવ, રીતભાત અને આદતો એક એવું વ્યક્તિત્વ બનાવે છે જેને સમગ્ર વિશ્વ દ્વારા માન્યતા આપવામાં આવી.
તેમણે ઇંગલિશ એન્ડ ફોરેન લેન્ગવેજ યુનિવર્સિટીના કેમ્પસમાં કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે વડા પ્રધાન મોદીએ વૈશ્વિક મંચ પર મહાન કદ પ્રાપ્ત કર્યું છે. જયશંકરે કહ્યું કે વડાપ્રધાનની નીતિઓ અને પહેલોની ચોક્કસપણે અસર પડી છે. પરંતુ એક વ્યક્તિગત આદર પણ છે જે અન્યના વલણને અસર કરે છે. સાથીદારો તેમને સર્વશ્રેષ્ઠ ભારતીય માને છે અને તે મુજબ પ્રતિક્રિયા આપે છે.
જયશંકરે કહ્યું કે મને યાદ છે કે કેવી રીતે અમેરિકન નેતાઓ પીએમ મોદીની ૨૦૧૪ની અમેરિકા મુલાકાત દરમિયાન તેમની ઉપવાસની આદતોથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ જ રીતે યુરોપિયન નેતાઓએ યોગમાં ઊંડો રસ દાખવ્યો.
અગાઉ, રાષ્ટ્રીય પોલીસ એકેડેમી ખાતે ૩૪મા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક વ્યાખ્યાન દરમિયાન, જયશંકરે કહ્યું હતું કે અનિશ્ચિત સરહદોને સુરક્ષિત કરવાનો ધ્યેય ઘણી સાવધાની માંગે છે. ભારતીય સમાજ અન્ય દેશો કરતાં સુરક્ષા પડકારો પ્રત્યે વધુ સંવેદનશીલ છે. બાકીના વિશ્વની જેમ આપણે પણ પરંપરાગત અને બિનપરંપરાગત જાેખમોનો સામનો કરી રહ્યા છે.
સિંગાપોરના વિદેશ પ્રધાન વિવિયન બાલક્રિષ્નને કંબોડિયામાં વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કર્યા પછી, બે મુખ્ય ક્ષેત્રોની રૂપરેખા આપી જેમાં ભારતની કેટલીક શક્તિઓ અને આર્થિક એકીકરણનો સમાવેશ થાય છે. તે જ સમયે, તેમણે ભારતની તેમની ડિજિટલ ઓળખ અને ચુકવણી પ્રણાલીની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે દેશ માટે આ એક ‘સ્પષ્ટ તક’ છે.HS1MS