અમદાવાદમાં રેલી પહેલા પ્રધાનમંત્રીએ ભદ્રકાળી મંદિરમાં પ્રાર્થના કરી
શુક્રવારે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં ભારે ભીડ ઉમટી હતી. તેમણે દરિયાપુર, જમાલપુર, બાપુ નગર એમ ત્રણ મતવિસ્તારોમાં રોડ શો કર્યો હતો.
વડાપ્રધાને શુક્રવારે અમદાવાદમાં રેલી પહેલા મા ભદ્રકાળી મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમણે દેશવાસીઓ માટે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી. ગુજરાત ચૂંટણીના બીજા તબક્કા પહેલા તેમણે ફરી એકવાર યુદ્ધના ધોરણે પ્રચાર કરી રહ્યા છે. Prime Minister Narendra Modi prayed at the Nagardevi Maa Bhadrakali Mandir in Ahmedabad on Friday.
શુક્રવારે તેઓ સૌથી પહેલા ભગવાન ઓઘડનાથ મંદિર પહોંચ્યા અને ત્યાં પૂજા કરી હતી. આ બાદ, તેમણે બનાસકાંઠાના નાથપુરા ગામમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ ચાર રેલીઓ કરી અને તેઓ સાંજે અમદાવાદના વિક્રમ મિલ કમ્પાઉન્ડ પહોંચીને રોડ શો યોજ્યો હતો.