સરદાર પટેલનું આટલું મોટું સ્ટેચ્યુ બનાવવા પાછળનું કારણ જણાવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
(જૂઓ વિડીયો) સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તૈયાર કરાયેલ ડોક્યુમેન્ટરી જોવાનું ચૂકશો નહિં- ડેમ બનાવવા પાછળનું કારણ-ગુજરાતમાં કયા લોકેશન પર સ્ટેચ્યુ બનાવવું તમામ વિગતો જાણો
દરરોજ 10 હજારથી વધુ લોકો સ્ટેચ્યુની વિઝીટ કરે છે. શનિવાર અને રવિવારે આ આંકડો 20 હજાર નજીક હોય છે જયારે દિવાળી અને મોટી રજાઓમાં આ આંકડો 50 હજાર સુધી પહોંચ્યો છે.
ગાંધીનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર અંગે હિસ્ટરી 18 દ્વારા તૈયાર કરાયેલ ડોક્યુમેન્ટરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા પાછળનું માનનીય મોદી સાહેબનું વિઝન આ ડોક્યુમેન્ટરીમાં જોઈ શકાય છે. Statue of Unity: Ekta Ka Prateek
આ ડોક્યુમેન્ટરીમાં જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર દ્વારા એકતાનગર ખાતે ઉભા કરવામાં આવેલ વિવિધ પ્રવાસન આકર્ષણો અને તેની પાછળના ઉદ્દેશ્યોની ખૂબ સુંદર રીતે રજૂઆત કરવામાં આવી છે. આવું વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ ગુજરાતના આંગણે છે એ સૌ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું.
ગુુજરાતની 182 વિધાનસભાના સભ્યો હોવાને કારણે સ્ટેચ્યુની ઉંચાઈ 182 મીટર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.