Western Times News

Gujarati News

કુવૈતમા ભારતીય શ્રમિક સાથે ગુજરાતીમાં PM મોદીએ શું વાત કરી

વડાપ્રધાન મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન-કુવૈતમા ભારતીય શ્રમિકોને મોદીએ કહ્યું હું ૧૨ કલાક કામ કરું છું

કુવૈત, વડાપ્રધાન મોદી બે દિવસની કુવૈત મુલાકાતે છે. ૪૩ વર્ષ બાદ કોઈ ખાડી દેશની મુલાકાત લેનાર પીએમ મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. કુવૈતે પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબાર અલ કબીર’ થી સન્માનિત કર્યા છે. કોઈ દેશ દ્વારા મોદીને અપાયેલુ આ ૨૦ મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.

આ ઓર્ડર મિત્રતાના પ્રતિક રૂપે રાષ્ટ્રાધ્યક્ષો અને વિદેશ પ્રમુખો તેમજ વિદેશી શાહી પરિવારોના સદસ્યોને આપવામાં આવે છે. આ પહેલા બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ સહિતના નેતાઓને આ સન્માન મળી ચુક્યુ છે.

શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચેલા પીએમ મોદી ૪૩ વર્ષમાં ખાડી દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. કુવૈતની મુલાકાત લેનાર છેલ્લા ભારતીય વડાપ્રધાન ઈÂન્દરા ગાંધી હતા, જેમણે ૧૯૮૧માં કુવૈતની મુલાકાત લીધી હતી.

ભારત કુવૈતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંનું એક છે. કુવૈતમાં સૌથી વધુ પ્રવાસી ભારતીયો વસે છે. આ ગલ્ફ કન્ટ્રી ભારતના ટોચના વેપારી ભાગીદારોમાંનો એક છે. કુવૈત સાથે દ્વીપક્ષીય વ્યાપાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦.૪૭ મિલિયન અમેરિકન ડોલર રહ્યો છે. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે, જે દેશની ૩ ટકા ઉર્જા જરૂરિયાતો પૂરી કરે છે.

કુવૈતમાં ભારતીય નિકાસ પ્રથમવાર યુએસ ઇં૨ બિલિયન સુધી પહોંચી છે, જ્યારે કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતમાં રોકાણ ેંજીઇં૧૦ બિલિયનને વટાવી ગયું છે.વડાપ્રધાન મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કુવૈતના બાયાન પેલેસ ખાતે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કુવૈતના અમીર શેખ અલ સબાહ પણ હાજર હતા. પ્રથમ દિવસે તેમણે કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી હતી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લીધી અને ભારતીય કામદારો સાથે વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં સૌથી સસ્તો ડેટા (ઈન્ટરનેટ) છે અને જો આપણે દુનિયામાં અથવા તો ભારતમાં ક્યાંય પણ ઓનલાઈન વાત કરવા ઈચ્છીએ તો તેની કિંમત ઘણી ઓછી છે. જો તમે વીડિયો કોન્ફરન્સિંગ કરો છો તો પણ તેની કિંમત ઘણી ઓછી છે.

લોકોને ઘણી સગવડ છે, તેઓ દરરોજ સાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે છે. વડા પ્રધાને કહ્યું કે હું વિકસિત ભારત ૨૦૪૭ વિશે વાત કરું છું કારણ કે મારા દેશના મજૂર ભાઈઓ જેઓ આટલા દૂરના સ્થળોએ કામ કરવા આવ્યા છે તેઓ પણ વિચારે છે કે તેમના ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કેવી રીતે બનાવવું. આ આકાંક્ષા મારા દેશની તાકાત છે.

હું આખો દિવસ વિચારતો રહું છું કે આપણા ખેડૂતો કેટલી મહેનત કરે છે. આપણા મજૂરો કેટલી મહેનત કરે છે. જ્યારે હું આ બધા લોકોને મહેનત કરતા જોઉં છું ત્યારે મને લાગે છે કે જો તેઓ ૧૦ કલાક કામ કરે છે તો મારે પણ ૧૧ કલાક કામ કરવું જોઈએ. જો તેઓ ૧૧ કલાક કામ કરે છે તો મારે પણ ૧૨ કલાક કામ કરવું જોઈએ અને બીજું તમે તમારા પરિવાર માટે મહેનત કરો છો કે નહીં?

હું મારા પરિવાર માટે પણ કામ કરું છું, મારા પરિવારમાં ૧૪૦ કરોડ લોકો છે, તેથી મારે થોડું વધારે કામ કરવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે મારા માટે વિકાસનો અર્થ માત્ર સારા રસ્તા, સારા એરપોર્ટ, સારા રેલવે સ્ટેશન નથી. હું ઈચ્છું છું કે ગરીબમાં ગરીબના ઘરમાં પણ શૌચાલય હોવું જોઈએ. અમારું લક્ષ્ય ૧૧ કરોડ શૌચાલય બનાવવાનું છે.

ગરીબોને કાયમી મકાનો હોવા જોઈએ. અત્યાર સુધીમાં ૪ કરોડ પાકાં મકાનો બનાવીને ગરીબોને આપવામાં આવ્યા છે, એટલે કે તેમાં ઓછામાં ઓછા ૧૫-૧૬ કરોડ લોકો રહેશે. હજુ ઘણું કરવાનું બાકી છે. હું દરેક ઘરમાં નળનું પાણી પહોંચાડવાનું કામ કરી રહ્યો છું. મારા માટે સૌથી મહત્વની બાબત છે ગરીબની ગરિમા અને સન્માન, તેને આ બધું મળવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.