Western Times News

Gujarati News

જી-૨૦ નેતાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સ્વાગત

નવી દિલ્હી, ભારત ય્૨૦ ના અધ્યક્ષના રૂપમાં ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ જી-૨૦ વાર્ષિક સમિટનું આયોજન કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડન સહિત વિશ્વના બે ડઝનથી વધુ નેતાઓ તેમાં ભાગ લેવાના છે. સમિટને લઈને રાષ્ટ્રીય રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સેનાની સાથે સીઆરપીએફ અને દિલ્હી પોલીસના જવાનોને પણ વિદેશી મહેમાનોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. જી-૨૦ સમિટમાં ભાગ લેવા માટે બાઇડન ૭ સપ્ટેમ્બરે ભારત આવશે અને ૮ સપ્ટેમ્બરે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. જાે કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ સપ્ટેમ્બરે બ્રાઝિલના રાષ્ટ્રપતિને જી-૨૦ પ્રમુખપદની કમાન સોંપશે.

બ્રાઝિલ ૧ ડિસેમ્બરે ઔપચારિક રીતે ય્૨૦નું પ્રમુખપદ સંભાળશે. ય્૨૦ દેશોના નેતાઓ ૮ સપ્ટેમ્બરે આવશે. ૯મી અને ૧૦મી સપ્ટેમ્બરે ય્૨૦ સમિટ! ૯ સપ્ટેમ્બરે સવારે ૯ થી ૧૦ વાગ્યાની વચ્ચે પીએમ મોદી જી-૨૦ નેતાઓનું સ્વાગત કરશે. ય્૨૦ સમિટના બે દિવસમાં કુલ ત્રણ સત્રો હશે. પ્રથમ સત્ર સવારે ૧૦ થી ૧૧ વાગ્યાની આસપાસ શરૂ થશે અને ૧ થી ૧.૩૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.

પ્રથમ સત્રનું શીર્ષક ‘વન અર્થ/પ્લેનેટ હશે. આ સત્રમાં ‘ટકાઉ વિકાસ અને સ્થિર આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા’ના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. પ્રથમ દિવસ ભારત મંડપમ ખાતે રાત્રિભોજન સાથે સમાપ્ત થશે. અહીં લગભગ ૩૫૦ થી ૪૦૦ લોકો માટે રાત્રિભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્વારા આ ડિનરનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે. ૯ સપ્ટેમ્બરના રોજ ય્૨૦ દેશોના નેતાઓની પત્નીઓને કૃષિ સંશોધન સંસ્થાની મુલાકાત લેવા માટે લઈ જવામાં આવશે.

બાજરી પર ભારત દ્વારા કરવામાં આવેલ કામ બતાવવામાં આવશે. આ પછી ય્૨૦ નેતાઓની પત્નીઓને નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટના પ્રવાસ પર લઈ જવામાં આવશે. અહી ભારતીય કલાનું પ્રદર્શન કરવામાં આવશે.

બીજા દિવસે ત્રીજા સત્રનું આયોજન કરવામાં આવશે. આ સત્રનું નામ ‘એક ભવિષ્ય’ હશે. તે લોકશાહી, વૈશ્વિક આર્થિક શાસન સંસ્થાઓમાં વૈશ્વિક બહુમતી ધરાવતા દેશોની ભૂમિકાને મજબૂત કરવા તેમજ ડિજિટલ પરિવર્તન હાંસલ કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

આ પછી પ્રતિકાત્મક રીતે વડાપ્રધાન મોદી તરફથી ય્૨૦ ની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપવામાં આવશે. ૯ અને ૧૦ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ઘણા ય્૨૦ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.

જી-૨૦ ગ્રુપમાં આજેર્ન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, યુએસ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.