દુનિયામાં ફરી વાગ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો
અપ્રૂવલ રેટિંગમાં દુનિયાની મહાશક્તિઓ રહી ગઈ પાછળ -મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ લીડર અપ્રુવલ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચ પર છે
નવી દિલ્હી, અમેરિકા ભલે વિશ્વની મહાસત્તા ગણાય છે પરંતુ વાત જ્યારે સૌથી શક્તિશાળી નેતાની આવે છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ ટકી શકતું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો ડંકો ફરી એકવાર વિશ્વભરમાં વાગ્યો છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ લીડર અપ્રુવલ લિસ્ટમાં પીએમ મોદી ટોચ પર છે.
પીએમ મોદીને ૭૬ ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે. જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ એંડ્રેસ મૈનુઅલ લોપેઝ ઓબ્રેડોર ૬૧ ટકા અપ્રુવલ રેટિંગ સાથે આ યાદીમાં બીજા નંબરે છે.
મોર્નિંગ કન્સલ્ટની આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ ત્રીજા સ્થાને છે. તેમને ૫૫ ટકા રેટિંગ મળ્યું છે. જ્યારે ઈટલીના પીએમ જાેર્જિયા મેલોનીને ૪૯ ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે. આ યાદીમાં મેલોની ચોથા નંબર પર છે. ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગની યાદીમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાને જાેર્જિયા મેલોનીની જેમ જ ૪૯ ટકાનું રેટિંગ મળ્યું છે.
વિશ્વની સૌથી મોટી મહાસત્તા કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડેન ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગની યાદીમાં છઠ્ઠા નંબર પર છે. બાયડેનને માત્ર ૪૧ ટકાનું એપ્રુવલ રેટિંગ મળ્યું છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો ૩૯ ટકા એપ્રુવલ રેટિંગ સાથે સાતમા નંબરે છે.
બ્રિટનના પીએમ ઋષિ સુનક ૧૦માં નંબર પર છે. તેમને ૩૪ ટકા રેટિંગ મળ્યું છે. સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝને ૩૮ ટકા અપ્રુવલ રેટિંગ મળ્યું છે અને તેઓ આ યાદીમાં ૮મા નંબરે છે.
ઉલ્લેખનીય છે કે મોર્નિંગ કન્સલ્ટ એક અમેરિકન કંપની છે જે પીએમ નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતાઓમાં સૌથી શક્તિશાળી ગણાવે છે. આ કંપની ૨૦૧૪માં શરૂ કરવામાં આવી હતી તે જે વર્ષે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. મોર્નિંગ કન્સલ્ટને સૌથી ઝડપથી વિકસતી ટેકનોલોજી આધારિત કંપની માનવામાં આવે છે.