ઓલિમ્પિક કેપ પહેરવા PM મોદી જમીન પર બેસી ગયા (જૂઓ વિડીયો)
ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નવદિપની ઉંચાઇ ફકત 4.4 ફુટ જેટલી હતી PM મોદીને ટોપી પહેરાવવા માંગતા હતા. વડાપ્રધાને તેની મુશ્કેલી પારખી અને ખુદ જમીન ઉપર નીચે બેસી ગયા
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પેરીસમાં યોજાયેલ પેરા ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓને મળ્યા અને દેશ માટે ગૌરવ વધારવા બદલ તેમની પીઠ થાબડી તે સમયે એક ભાવુક પળ સર્જાઇ હતી. Prime Minister @narendramodi went down on his knees for the Para Olympic player
ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નવદિપની ઉંચાઇ ફકત 4.4 ફુટ જેટલી છે અને તેઓ વડાપ્રધાનને ઓલિમ્પિક કેપ પહેરાવવા માંગતા હતા અને પરંતુ તેઓ વડાપ્રધાનના માથા સુધી પહોંચી ન શકે તે સ્વાભાવિક છે.
This moment has become so emotional The country’s Prime Minister @narendramodi ji went down on his knees for the Para Olympic player 🇮🇳
No one can become Modi just like that.
This is our beloved PM. He is beyond Politics. A true visionary leader.
Congratulations and best wishes… pic.twitter.com/T3GwUs7Lzl— Praveen Sharma ( Nation First) (@prs85) September 13, 2024
તેથી વડાપ્રધાને તેની મુશ્કેલી પારખી અને ખુદ જમીન ઉપર નીચે બેસી ગયા અને સૌએ મોદીની આ સંવેદનશીલતા બદલ તાળીઓ પાડીને વધાવી લીધા. નવદિપએ બાદમાં તેના ખભા પર વડાપ્રધાનના હસ્તાક્ષર લીધા હતા અને તેની સાથે થોડી રમૂજ પણ માણી હતી.