પ્રધાનમંત્રી મોદીએ ‘પાપાની પરી’ સમુહ લગ્નોત્સવમાં હાજરી આપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/papa1-e1667798041646-1024x920.jpg)
(એજન્સી)વલસાડ, વલસાડમાં ભવ્ય જનસભા સંબોધીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગર પહોંચ્યા હતા. તેમણે અહીં ‘પાપાની પરી’ સમુહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. ભાવનગરમાં રોડ શો બાદ તેઓ લગ્નોત્સવના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ૫૫૨ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા.
લગ્નોત્સવમાં સંબોધન સમયે પીએમ મોદીએ લખાણી પરિવારના વખાણ કરતા કહ્યું કે, હું લાખાણી પરિવારનો આભાર માનુ છું કે તેઓએ મને આ પવિત્ર કાર્યમાં સાક્ષી બનવાનો મોકો આપ્યો. અનુમાન લગાવીને કહી શકુ છું કે લખાણી પરિવારના કુટુંબના લગ્ન આવી રીતે નહિ થાય હોય. સમાજ માટેની ભક્તિ અને ભક્તિનો ભાવ ન હોય તો
આવુ કામ કરવાનું ન સૂઝે. લખાણી પરિવાર તમારા પૂર્વજાેને પ્રમાણ કરુ છું કે જેઓએ તમને આવા સંસ્કાર આપ્યા. ધન તો ઘણા પાસે હોય છે, પરંતુ અહી ધનની સાથે મન પણ દેખાય છે. મન હોય તો માળવે જવાય. સમાજ માટે કંઈક કરવાની પ્રેરણા અહી છે.
લગ્ન તો આજે છે, પરંતુ લખાણી પરિવારની લગની બારેય મહિના તેમા ડુબેલી હતી. ૬ મહિના પહેલા આગોતરુ નિમંત્રણ આપ્યુ હતું. પોતાના ઘરના લગ્ન હોય તેમ આખો પરિવાર મને નિમંત્રણ આપવા આવ્યો હતો. આખુ કુટુંબ મને મળવા આવ્યુ હતું.
પરિવારની આંખોમાં દીકરીઓ માટેનો સ્નેહ વરસતો હતો. તેઓએ એક-એક દીકરી વિશે મને આંગળી મૂકીને સમજાવ્યુ હતું. લાગણીમાં ડુબેલો આ પરિવાર છે. આવા સમારોહમા કુંટુંબના લોકો આવીને સ્વાગત કરે, આ ઘટના નાની નથી. આમા સંસ્કાર, સદભાવ અને સમાજ માટે શ્રદ્ધા છે. તેથી હું આ પ્રસંગ લખાણી પરિવાર ગુજરાતના લોકો માટે પ્રેરણાનું તીર્થ કેવી રીતે બને. ગુજરાતમાં લગ્નો પાછળ થતા ખર્ચા વિશે પીએમ મોદીએ કહ્યું કે, સમૂહ લગ્નો ગુજરાતે સ્વીકાર્યા છે.