Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી આગામી તા. ૨૭ અને ૨૮ ઓગષ્ટ બે દિવસ ગુજરાતના પ્રવાસે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૭ અને ૨૮ ઓગષ્ટ બે દિવસ ગુજરાતના પ્રવાસેઃ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

પ્રધાનમંત્રીશ્રીનો ગુજરાત પ્રવાસ :

• પ્રધાનમંત્રીશ્રી ૨૭ ઓગષ્ટે સાંજે ૭.૩૦ કલાકે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે
• તા. ૨૮ ઓગષ્ટે સવારે ૧૦.૦૦ કલાકે કચ્છના ભુજ ખાતે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ‘સ્મૃતિ વન મેમોરિયલ’નું લોકાર્પણ
• સવારે ૧૧:૩૦ કલાકે શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં સંબોધન કરશે
• પ્રધાનમંત્રીશ્રી દ્વારા ભુજ ખાતે વિવિધ વિકાસના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તથા રાષ્ટ્રાર્પણ
• મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે ૫.૦૦ કલાકે ‘ભારતમાં સુઝુકીની ૪૦ વર્ષ’ની સ્મૃતિમાં યોજાનાર કાર્યક્રમમાં
પ્રધાનમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીશ્રીના ગુજરાત પ્રવાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૭ અને ૨૮ ઓગષ્ટ, ૨૦૨૨ દરમિયાન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે.

તેમણે પ્રધાનમંત્રીશ્રીના પ્રવાસની વિગતવાર માહિતી આપતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી તા.૨૭ ઓગષ્ટ, ૨૦૨૨ શનિવારે અંદાજે સાંજે ૫.૧૦ કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે ત્યાર બાદ સાંજે ૭.૩૦ કલાકે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ‘ખાદી ઉત્સવ’ કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રીશ્રી રાજભવન, ગાંધીનગર ખાતે રાત્રિ રોકાણ કરશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, તા. ૨૮ ઓગષ્ટ ૨૦૨૨ રવિવારે સવારે ૧૦ કલાકે કચ્છના ભુજ ખાતે નિર્માણ કરાયેલા ‘સ્મૃતિ વન મેમોરિયલ’ની મુલાકાત લઈ તેનું ઉદઘાટન કરશે. આ મુલાકાત બાદ પ્રધાનમંત્રીશ્રી સવારે ૧૧:૩૦ કલાકે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મા-KSKV યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ભુજ ખાતે યોજાનાર જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જનસંબોધન કરશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી બપોરે ૧૨.૦૦ કલાકે ભુજથી વિવિધ વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત તેમજ તૈયાર પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરીને રાજભવન, ગાંધીનગર પરત ફરશે. ત્યાર બાદ પ્રધાનમંત્રીશ્રી મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સાંજે ૫.૦૦ કલાકે યોજાનાર ‘ભારતમાં સુઝુકીના ૪૦ વર્ષ’ સ્મૃતિ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપશે અને અંદાજે સાંજે ૬.૪૦ કલાકે દિલ્હી જવા રવાના થશે એમ પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.