બેંગલુરુના સ્થાપક કૈંપેગૌડાની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમાનું પ્રધાનમંત્રી ૧૧ નવેમ્બરે અનાવરણ કરશે
નવી દિલ્હી, બેંગલુરુના સ્થાપક કૈંપેગૌડાની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા રાજધાનીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સંકુલમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. મૂર્તિ સ્થાપનનું કામ અંતિમ તબક્કામાં છે. ૨૩ એકરમાં ફેલાયેલા હેરિટેજ પાર્કમાં આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પ્રસિદ્ધ શિલ્પકાર અને પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા રામ સુતારે આ પ્રતિમા ડિઝાઇન કરી છે.
પીએમ મોદી ૧૧ નવેમ્બરે આ ૧૦૮ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિમામાં ૪ હજાર કિલોની તલવાર લગાવવામાં આવી છે. તલવારને એક ખાસ ટ્રક દ્વારા દિલ્હીથી બેંગલુરુ લાવવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ. સુધાકર.કે એ કહ્યું કે, પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ ૨૦૧૯માં ભાજપની સરકાર બન્યા બાદ આ પ્રતિમાનો વિચાર શરૂ કર્યો હતો. સીએમ બોમ્મઈ એ પણ આ ઐતિહાસિક સ્મારકની સ્થાપના સુનિશ્ચિત કરવા માટે અનુકરણ કર્યું હતું. હું તેમનો આભાર માનું છું.