પ્રધાનમંત્રી મહાકાલ ગર્ભગૃહની બહાર નંદી પાસે બેઠાઃ 5 મિનિટ પૂજા કરી
જૂઓ વિડીયો
આઝાદીના અમૃતકાળમાં , ભારતે ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અને તેના વારસા પર ગર્વ જેવા પંચ પ્રાણનો પોકાર આપ્યો છે: પ્રધાનમંત્રી શ્રી @narendramodi#ShriMahakalLok pic.twitter.com/ZB6aoGC590
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) October 12, 2022
ઉજ્જૈન, વડાપ્રધાન મોદીએ ગઇકાલે મંગળવારે મહાકાલ લોક કોરિડોરના પ્રથમ ચરણનું લોકાર્પણ કરતા પહેલા ભગવાન મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. પીએમએ બટન દબાવીને મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું હતું.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે નવુ ભારત જ્યારે પોતાના પ્રાચીન મુલ્યો સાથે આગળ વધી રહ્યું છે તો આસ્થાની સાથે સાથે સંશોધનની પરંપરાને પણ ફરીથી જીવિત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહાકાલના શરણમાં વિષમાં પણ સ્પંદન છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે બાદ પહેલીવાર આપણા ચારેય ધામ ઓલ વેધર રોડથી જોડવામાં આવી રહ્યા છે.
સફેદ ધોતી, કેસરિયો દુપટ્ટો અને માથા પર ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલા વડાપ્રધાને મહાકાલનું પૂજન અને આરતી કરી હતી. મોદીએ એકલા જ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં પૂજારીઓએ તેમના માથે ચંદનનો લેપ લગાવ્યો હતો. મોદી ગર્ભગૃહની બહાર નંદી પાસે બેઠા હતા અને લગભગ પાંચ મિનિટ સુધી હાથ જોડીને પૂજા કરી હતી.
મોદીએ સાધુ-સંતોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે મહાકાલની મહિમાથી મહાકાલ લોકમાં કોઇપણ સાધારણ નથી, બધું જ અલૌકિક અને અસાધારણ છે. આવનારી પેઢી આ દિવ્યતાના દર્શન કરશે. આ પહેલા મોદી ઇ-વ્હીકલમાં આખું પરિસર ફર્યા હતા.
કમલ સરોવર, રુદ્ર સાગર અને સૌથી મોટી મ્યુરલ્સ વોલ પણ જોઇ હતી. વડાપ્રધાન મોદીએ ગઇકાલે ભગવાન મહાકાલના મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમણે સફેદ ધોતી, અંગ-વસ્ત્ર,કેસરિયો દુપટ્ટો, માથા પર ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને ભક્તિભાવથી ભગવાન મહાકાલની પૂજા અર્ચના કરી હતી. તેમણે જપ અને ધ્યાન પણ કર્યું હતું. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી સિંધીયા પણ મોદી સાથે હતા.