પ્રધાનમંત્રીએ વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યુ
પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતમાં તાઉં તે વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું આકલન ગીર સોમનાથ,ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને કર્યું હતું.
Prime Minister Undertook an aerial survey over parts of Gujarat and Diu to assess the situation in the wake of Cyclone Tauktae. Central Government is working closely with all the states affected by the cyclone.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમ અને મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે કર્યું તે વેળાની તસવીરો.
પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો નું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વ ગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિ ની વિગતો એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી,મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમ,મુખ્યમંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લા એ આ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાન મંત્રીશ્રી ને રાજ્યની આ વાવાઝોડા સ્થિતિ નો ચિતાર આપ્યો હતો.