Western Times News

Gujarati News

વિપક્ષ જીતે પછી વડાપ્રધાનપદનો ઉમેદવાર નક્કી થશે : ફારૂખ

ચેન્નાઈ, તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના ૭૦માં જન્મદિવસ પર ચેન્નઈમાં હિન્દી બેલ્ટના મોટા નેતાઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરથી ફારુક અબ્દુલ્લા, દિલ્હીથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, યુપીથી અખિલેશ યાદવ અને બિહારથી ડેપ્યુટી સીએમ તેજસ્વી પ્રસાદે હાજરી આપી હતી. જાેકે આ એક જન્મદિવસની પાર્ટી હતી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ચૂંટણીનો માહોલ અને ઘણા રાજકારણીઓના એકજૂટ થવાના કારણે રાજકારણ પર ચર્ચા થવાની જ હતી.

વિપક્ષના આટલા બધા નેતાઓ એક મંચ પર આવ્યા ત્યારે ફરી એકવાર વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને ચર્ચા શરૂ થઈ હતી. જ્યારે ચેન્નાઈ પહોંચેલા ફારુક અબ્દુલ્લાહને વડાપ્રધાન પદના ઉમેદવાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સંયુક્ત વિપક્ષની જીત પછી, દેશનું નેતૃત્વ કરવા અને દેશને એકજૂટ કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ વિશે યોગ્ય ર્નિણય લઈ શકાશે.

જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે શું સ્ટાલિન પણ દેશના વડાપ્રધાન બની શકે છે? તેના પર તેણે કહ્યું કે કેમ નહીં? તે વડાપ્રધાન કેમ ન બની શકે? જાે કે ફારૂક અબ્દુલ્લા જ્યારે કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે તેઓ પીએમ ઉમેદવારના ચહેરા પર બોલવાનું ટાળતા જાેવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એક રેલીને સંબોધતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે સ્ટાલિન, હવે આગળ વધવાનો સમય છે. તમે રાષ્ટ્રીય દ્રશ્ય પર આવો. તમે કેન્દ્રમાં આવો અને રાષ્ટ્રનું નિર્માણ કરો જેમ તમે આ રાજ્યનું નિર્માણ કર્યું છે. દેશને એવા લોકોની જરૂર છે જેઓ સાથે મળીને કામ કરી શકે અને હું ખડગેજીને પણ કહીશ કે આપણે ભૂલી જઈએ કે વડાપ્રધાન કોણ બનવાનું છે. પહેલા આપણે ચૂંટણી જીતીએ (૨૦૨૪ની લોકસભાની ચૂંટણી), પછી વિચારીશું કે વડાપ્રધાન કોણ બનશે.

આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે પણ હાજર હતા. તેથી જ્યારે પીએમ પદની ઉમેદવારી અંગે ચર્ચા થઈ હતી ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પણ જવાબ આપવો પડ્યો હતો.
ખડગેએ કહ્યું કે આપણે આપણા ગઠબંધનને મજબૂત બનાવવાનો આગ્રહ રાખવો જાેઈએ અને ૨૦૨૪ની જીતનો પાયો નાખવો જાેઈએ. તેમણે કહ્યું કે તમામ સમાન વિચારધારાવાળા પક્ષોએ સાથે આવવું જાેઈએ અને વિભાજનકારી શક્તિઓ સામે લડવું જાેઈએ. પીએમ પદ પર સ્પષ્ટતા આપતા ખડગેએ કહ્યું કે મેં ક્યારેય નથી કહ્યું કે કોણ નેતૃત્વ કરશે અને કોણ વડાપ્રધાન બનશે? SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.