નીલકંઠ મહાદેવ ટ્રસ્ટની જમીન વેચી મારનાર ટ્રસ્ટીઓના આગોતરા નામંજૂર
કલોલના ઉનાલી ખાતેના નીલકંઠ મહાદેવની 10 હજાર ચો.મી. જમીન ટ્રસ્ટીઓએ બારોબાર વેચી મારી હતી
કલોલ સેશન્સ કોર્ટનો મહત્વનો હુકમ -ખૂબ જ ગંભીર પ્રકારના એવા આ ગુનામાં આરોપીઓની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૂરીઃ કોર્ટ
અમદાવાદ, ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના ઉનાલી ખાતે નીલકંઠ મહાદેવની ૧૦,૬ર૦ સમચોરસ મીટરવાળી વિશાળ જમીન ચેરીટી કમીશ્નરની મંજુરી લીધા વિના રૂા.ર.૯રકરોડમાં બારોબાર વેચી મારવાના કૌભાંડમાં રાજયના ચેરીટી કમીશ્નર વાય.એમ.શુકલના મહત્વના આદેશ બાદ આરોપી ટ્રસ્ટીઓ વિરૂધ્ધ સાંતેજ પોલીસ મથકમાં ફરીયાદ નોધાઈ હતી.
જેને પગલે આ કેસમાં પોતાની સંભવીત ધરપકડથી બચવા આરોપી ટ્રસ્ટીઓ શકુજી કરસનજી ઠાકોર તથા અન્યોએ કરેલી આગોતરા જામીન અરજી કલોલ સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી.
એડીશનલ સેશન્સ જજ અશોક એ. નાણાવટીએ પોતાના હુકમના જણાવ્યું હતું કે આરોપીઓનો ગંભીર પ્રકારના ગુનો અને તેની ગંભીરતા જાેતા આરોપી ટ્રસ્ટીઓએ આ કેસમાં આગોતરા જામીન આપી શકાય નહી. ખુબ જ ગંભીરી પ્રકારના આ ગુનામાં આરોપીઓની કસ્ટોડીયલ ઈન્સ્ટ્રોગેશન ખુબ જરૂરી ગણાય છે.
ચકચારભર્યા આ કેસની વિગતો એવી છે કે કલોલ તાલુકાના ઉનાલી ગામમાં આવેલ નીલકંઠ મહાદેવની ટ્રસ્ટની માલીકીની જમીન જેના સર્વેનં.૩૧૬ની ક્ષેત્રફળ ૧૦૬ર૦ સમચોરસ મીટરવાળી તેના વહીવટકર્તાઓ ઠાકોર શકુજી કરશસનજી ઠાકોર, હીરાજી દાનાજી ઠાકોર, બુધાજી આતાજી અને ઠાકોર કાંતીજી રામસંગજીએ
ચેરીટી કમીશન્રને બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ હેઠળ કલમ-૩૬ની પરવાનગી લીધા વગર બારોબાર જમીનનો વેચાણ દસ્તાવેજ કરી રૂ.ર,૯ર,૦૦,૦૦૦ માં જમીન બારોબાર વેચી મારી હતી. ટ્રસ્ટીઓ દ્વારા આ જમીન સ્કાય ફાઈનાડર્સ ડેવલોપમેન્ટ નામના બિલ્ડરને વેચાણ કરાઈ હતી.
જે બાબતની જાણ ચેરીટી કમીશ્નર વાય.એમ. શુકલને ધ્યાને આવતા સુઓમોટો કરીને સમગ્ર મામલે સુનાવણી હાથ ધરી હતી. ચેરીટી કમીશનરને આ કેસમાં કસુરવાર ટ્રસ્ટીઓ સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં સુઓમોટો કરીને સમગ્ર મામલે સુનાવણી હાથ ધરી હતી.
અને આસીસ્ટન્ટ ચેરીટી કમીશ્નના તા.૧૮-ર-ર૦ર૧ ના પત્રનો ભંગ કરવા બદલ રજીસ્ટારી ઓથોરીટી અને રેવન્યુ ઓથોરીટી વિરૂધ્ધ પણ પગલાં લેવા આસીસ્ટન્ટ ચેરીટી કમીશ્નરને બહુ મહત્વનો હુકમ કર્યો હતો.
આ હુકમ અનુસંધાનમાં આરોપી ટ્રસ્ટીઓ ઠાકોરજી શકુજી કરસનજી ઠાકોર હીરાજી, દાનાજી, ઠાકોર બુધાજી આતાજી અને ઠાકોર કાંતીજી રામસંગજી વિરૂધ્ધ સાંતેજ પોલીસ મથકમાં ફરીયાો નોધાઈ હતી. જેથી હવે પોલીસ ધરપકડથી બચવા આ ચારેય આરોપી ટ્રસ્ટીઓઅને કલોલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
જેનો સરકારપક્ષ તરફથી સખત વિરોધ કરાયો હતો અને આરોપીઓના આગોતરા જામીન ફગાવી દેવા ભારપુર્વકની રજુઆત કરાઈ હતી. જે દલીલો ગ્રાહ્ય રાખી કલોલ સેશન્સ કોર્ટે ટ્રસ્ટીઓના આગોતરા જામીન ફગાવી દીધા હતા.