Western Times News

Gujarati News

ફિલ્મ મેકર પ્રીતિશ નંદીનું ૭૩ વર્ષની વયે નિધન

પ્રીતિશ નંદી સાંસદ પણ રહ્યા હતા

પ્રિતીશ નંદીને વર્ષ ૧૯૭૭ માં ભારતીય સાહિત્યમાં યોગદાન આપવા બદલ પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો

મુંબઈ,
જાણીતા ફિલ્મ નિર્માતા, કવિ અને લેખક પ્રીતિશ નંદીનું નિધન થયું છે. તેમણે ૭૩ વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ મેકરના નિધનની માહિતી તેમના પુત્ર કુશન નંદીએ આપી છે. ફિલ્મી હસ્તીઓ અને તેમના ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.અનુપમ ખેરે ‘ઠ’ લખ્યું છે કે, ‘મારા સૌથી પ્રિય અને નજીકના મિત્રોમાંના એક પ્રિતેશ નંદીના નિધન વિશે જાણીને હું ખૂબ જ દુઃખી અને આઘાતમાં છું. એક અદ્ભુત કવિ, લેખક, ફિલ્મ નિર્માતા અને એક બહાદુર અને અનન્ય સંપાદક અને પત્રકાર, તેઓ મુંબઈમાં મારા શરૂઆતના દિવસોમાં મારી સપોર્ટ સિસ્ટમ અને શક્તિનો મોટો સ્ત્રોત હતા.

અમે ઘણી વાતો શેર કરી.’નોંધનીય છે કે, પ્રિતીશ નંદીને વર્ષ ૧૯૭૭ માં ભારતીય સાહિત્યમાં યોગદાન આપવા બદલ પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.પ્રખ્યાત લેખક પ્રીતિશ નંદીએ રાજ્યસભામાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ શિવસેનાની ટિકિટ પર ચૂંટાયા હતા. તેઓ છ વર્ષ સુધી સંસદના સભ્ય હતા અને સ્વતંત્રતાના ૫૦ વર્ષની ઉજવણી કરવા માટેની રાષ્ટ્રીય સમિતિ, સંરક્ષણ માટેની સંસદીય સમિતિ, સંચાર માટેની સંસદીય સમિતિ, વિદેશી બાબતોની સંસદીય સમિતિ સહિત અનેક સમિતિઓના સભ્ય પણ હતા.

નંદીએ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સ્થાપિત ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના અપગ્રેડેશન માટેની નિષ્ણાત સમિતિનું નેતૃત્વ કર્યું અને ૨૦૧૧ માં માહિતી અને પ્રસારણ મંત્રાલયને પોતાના તારણો સોંપ્યા.પ્રીતિશ નંદીએ ૧૯૯૩માં પ્રિતિશ નંદી કોમ્યુનિકેશન્સની સ્થાપના કરી હતી અને તે તેના બિન-કાર્યકારી અધ્યક્ષ અને સર્જનાત્મક વડા છે. તેમની કંપનીનો પ્રથમ કાર્યક્રમ ‘ધ પ્રિતિશ નંદી શો’ નામનો ચેટ શો હતો જે ભારતની જાહેર પ્રસારણ ચેનલ દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. ભારતીય ટીવી પર પ્રસારિત થનારો આ પહેલો સિગ્નેચર શો હતો. ત્યારબાદ ઝી ટીવી પર ફિસ્કલ ફિટનેસઃ ધ પ્રિતેશ નંદી બિઝનેસ શો, ભારતનો પ્રથમ સાપ્તાહિક બિઝનેસ શો પ્રસારિત થયો હતો.તેમણે તેમના ફિલ્મી કરિયરમાં ઘણી યાદગાર ફિલ્મો બનાવી, જેના માટે તેમને ઘણા પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા. તેમની કંપની પ્રીતિશ નંદી કોમ્યુનિકેશન્સે ભારતમાં મલ્ટિપ્લેક્સ ફિલ્મ શૈલીની પહેલ કરી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.