મુન્નાભાઈ MBBSથી “સીટી ઓફ ડ્રિમ્સ”માં મુખ્યમંત્રીની ભૂમિકા સુધીની પ્રિયાની સફર
મુંબઈ, સંજય દત્તની સુપરહિટ ફિલ્મ મુન્નાભાઈ એમ.બી.બી.એસખી બોલિવૂડમાં પોતાની ઇનિંગની શરૂઆત મરાઠી અભિનેત્રી પ્રિયા બાપટે કરી હતી. આ ફિલ્મ રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.
પ્રિયાએ ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ’ સિવાય ‘લગે રહો મુન્નાભાઈ’માં પણ ખાસ પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ પણ ઘણી હિટ રહી હતી અને તેને પસંદ પણ કરવામાં આવી હતી.
સીટી ઓફ ડ્રિમ્સ વેબ સીરીઝ મુંબઈના રાજકારણ પર બનેલી વેબ સીરિઝ છે જેમાં પ્રિયા બાપટે પૂર્ણિમા ગાયકવાડ તરીકે મુખ્યમંત્રીની ભૂમિકા ભજવી છે. સિટી ઓફ ડ્રીમ્સ ગાયકવાડ પરિવારની અંદરના ઝઘડાની વાર્તા છે, જે એક ધ્રુવીકરણ રાજકીય વ્યક્તિ પર હત્યાના પ્રયાસ પછી ફાટી નીકળે છે. સત્તા માટેના સંઘર્ષમાં નૈતિક અને અનૈતિક વચ્ચેની રેખાઓને અસ્પષ્ટ કરવી એ આ ટ્રાન્સફિક્સિંગ કથાનો મુખ્ય ભાગ છે.
એક્ટ્રેસ પ્રિયા બાપટ દાદરના રાનાડે રોડ સ્થિત એક નાનકડી ચાલીમાં રહીને મોટી થઈ છે. 2018 એક્ટ્રેસે પોતાના એક ઈન્ટરવ્યૂમાં ચાલીમાં વિતાવેલા મુશ્કેલ દિવસો વિશે જણાવ્યું હતું. એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘મેં મારા જીવનના 25 વર્ષ એક ચાલીમાં વિતાવ્યા. મારા લગ્ન થયા ત્યાં સુધી હું ત્યાં જ રહી. દિવાળીથી લઈને દરેક તહેવારની ઉજવણી સુધી. તે ચાલી સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે.’
ઈન્ટરવ્યુમાં પ્રિયાએ જણાવ્યું કે, પહેલીવાર ટીવી એડ મળ્યા પહેલાં મને 100 વખત રિજેક્ટ કરવામાં આવી હતી.’ નોંધનીય છે કે, ફક્ત હિન્દી જ નહીં પરંતુ, મરાઠી સિનેમા જોનારા ચાહકો પ્રિયાના કામને ખૂબ પસંદ કરે છે.
એક્ટ્રેસ પ્રિયા બાપટે, હિન્દી ફિલ્મોની સાથે મરાઠી સિનેમામાં પણ કામ કર્યું હતું. તેણે મમૂટીની નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ડૉ.બાબસાહેબ આંબેડકરમાં બાળ કલાકાર તરીકે પોતાના સફરની શરૂઆત કરી હતી.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ એવી છે કે લોકો તેનાથી ચકિત થઈ જાય છે પરંતુ તેની પાછળના સંઘર્ષ અને લાચારીને સમજી શકતા નથી. આ ઈન્ડસ્ટ્રીમાં વ્યક્તિએ દરરોજ, દરેક ક્ષણે, માયાનગરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તક માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે. મોટુ નામ ન બને ત્યાં સુધીનો સમય સંઘર્ષનો સમય હોય છે અને આ સંઘર્ષમાં કોઈ સ્ટારને ચાલીમાં રહેવું પડ્યું તો કોઈને રસ્તા પર સૂઈને રાત પસાર કરવી પડી હતી.