પ્રિયામણીએ ‘જવાન’ બાદ બીજી હિન્દી ફિલ્મ સાઈન કરી

મુંબઈ, યામી ગૌતમ અને તેના પતિ આદિત્ય ધારે થ્રિલર ફિલ્મ બનાવવા તૈયારીઓ શરૂ કરી છે. યામી અને આદિત્ય અગાઉ ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઈકમાં સાથે કામ કરી ચૂક્યા છે. બોલિવૂડ કપલે ત્યાર બાદ રોમેન્ટિક કોમેડી ‘ધૂમ ધામ’નું પ્રોડક્શન શરૂ કર્યું હતું.
આ બીજી ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં તેમણે પોલિટિકલ થ્રિલરની તૈયારી શરૂ કરી છે. તેમાં શાહરૂખ સાથે ‘જવાન’માં જાેવા મળેલી પ્રિયામણી મહત્ત્વના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં યામી અને પ્રિયામણી બંનેના રોલને સરખું મહત્ત્વ આપવામાં આવશે.
યામી ગૌતમ તાજેતરમાં અક્ષય કુમાર-પંકજ ત્રિપાઠી સાથે ઓહ માય ગોડ ૨માં જાેવા મળી હતી. રિપોર્ટ્સ મુજબ, આદિત્ય ધારના પ્રોડક્શન બેનર હેઠળ યામી નારી પ્રધાન ફિલ્મ કરવાની છે. આ ફિલ્મમાં પોતાના જીવનમાં પડકારોનો સામનો કરનારી મહિલાનીસ્ટોરી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયુ હોવાનું કહેવાય છે.
ફિલ્મનું નામ હજુ જાહેર થયું નથી, પરંતુ તેનું આગામી શીડ્યુલ કાશ્મીરમાં થવાનું છે. ફિલ્મમાં યામી અને પ્રિયામણીના રોલ અંગે ખાસ વિગતો બહાર આવી નથી. પરંતુ બે સક્ષમ મહિલાની પડકારજનક ભૂમિકામાં તેઓ જાેવા મળશે. રિયામણીએ પાન ઈન્ડિયા એક્ટ્રેસ તરીકે અગાઉ ૨૦૦૯માં ફિલ્મ કરી હતી.
મણિરત્નમે બનાવેલી ‘રાવણ’માં પ્રિયામણીનો મહત્ત્વનો રોલ હતો. ત્યારબાદ મનોજ બાજપેયી સાથે વેબ સિરીઝ ધ ફેમિલી મેનમાં પણ તેમની એક્ટિંગ વખણાઈ હતી. અજય દેવગન સાથે ‘મૈદાન’ અને અર્જુન રામપાલ સાથે એક ફિલ્મ પણ પાઈપલાઈનમાં છે. સાઉથની ઈન્ડસ્ટ્રીમાં પણ પ્રિયામણી ત્રણ જેટલી ફિલ્મ કરી રહી છે.SS1MS