પ્રિયંકા અને નિકે યૉટમાં એકબીજા સાથે પસાર કર્યો રોમેન્ટિક સમય

મુંબઈ, દીકરીના જન્મ બાદ પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ વધારે વ્યસ્ત થઈ ગયા છે. જાે કે, બંને પેરેન્ટ્સ ડ્યૂટી નિભાવવાની સાથે-સાથે વર્ક કમિટમેન્ટ્સ પૂરા કરી રહ્યા છે અને એકબીજા માટે પૂરતો સમય પણ કાઢી લે છે. હાલમાં જ સેલિબ્રિટી ગોલ્ફ ટુર્નામેન્ટમાં પતિ નિક જાેનસને ચીયર કર્યા બાદ પ્રિયંકા ચોપરાએ લેક તાહોમાં યૉટમાં તેની સાથે થોડો રોમેન્ટિક ટાઈમ પસાર કર્યો હતો.
બંનેએ આ દરમિયાન તસવીરો પણ ક્લિક કરાવી હતી, જે નિકે શેર કરી છે. જેમાં તે ટીશર્ટ, ટ્રેક પેન્ટ અને જેકેટ એમ ઓલ-બ્લેક લૂકમાં જાેવા મળી રહ્યો છે. આ સાથે તેણે કેપ, ગોગલ્સ અને વ્હાઈટ શૂઝ પહેર્યા છે. તો બીજી તરફ પ્રિયંકાને ઓરેન્જ કલરના આઉટફિટ અને બ્લેક જેકેટમાં જાેઈ શકાય છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે ‘મેજિક અવર’, તેણે આ સાથે રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે.
ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલી આ તસવીરો ફેન્સે કોમેન્ટ કરી છે અને પ્રિયંકા ચોપરા-નિક જાેનસને ‘બેસ્ટ કપલ’ ગણાવ્યા છે. એક ફેને લખ્યું છે, ‘ફેવરિટ કપલ’. એક ફેને લખ્યું છે ‘સુંદર કપલ ભગવાન હંમેશા તેમના પર પ્રેમ અને ખુશીઓ વરસાવતા રહે’. તો એકે લખ્યું છે ‘તમે લોકો બેસ્ટ કપલ છો, તમે અદ્દભુત છો’, એક્ટ્રેસના એક ફેન પેજે કોમેન્ટ કરી છે ‘અદ્ભુત’.
આ સિવાય કેટલાકે ફાયર તો કેટલાકે રેડ હાર્ટ ઈમોજી પણ ડ્રોપ કર્યા છે. તો અમુક ફેન્સે બંનેને ‘ક્યૂટ’ પણ કહ્યા છે. પ્રિયંકા ચોપરા થોડા દિવસ પહેલા દીકરી, વર્ષો જૂની ફ્રેન્ડ અને તેના દીકરા સાથે ક્યાંક ફરવા ગઈ હતી. તેણે આ દરમિયાનની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં દીકરી તેના ખોળામાં બેઠેલી હતી, જેનો ચહેરો તેણે હાર્ટ ઈમોજીથી ઢાંકી દીધો હતો.
આ સાથે લખ્યું હતું ‘૨૨ વર્ષ અને હજી ગણી રહ્યા છીએ. હવે અમારા બાળકો સાથે છે. લવ યુ @tam2cul’. પ્રિયંકા ચોપરા અને નિક જાેનસના ઘરે જાન્યુઆરી, ૨૦૨૨માં દીકરીનો જન્મ થયો છે, જેનું નામ કપલે માલતી મેરી પાડ્યું છે. તે પ્રી-મેચ્યોર હોવાથી આશરે ૧૦૦ દિવસ NICUમાં રહી હતી. તેનો જન્મ સરોગસી દ્વારા થયો છે. જ્યારે તે ઘરે આવી ત્યારે એક્ટ્રેસે પૂજા પણ રાખી હતી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ખૂબ જલ્દી હોલિવુડની સીરિઝ ‘સિટાડેલ’માં જાેવા મળવાની છે. આ સિવાય તે ઘણા વર્ષ પછી બોલિવુડમાં કમબેક કરશે. તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં દેખાશે, જેમાં તેની સાથે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ છે. શૂટિંગ આવતા વર્ષથી શરૂ થશે.SS1MS