ફ્રેન્ડના લગ્નમાં ઓફ શોલ્ડર-ડીપ નેક ડ્રેસ પહેરીને પહોંચી પ્રિયંકા

મુંબઈ, જ્યાં પણ જાય ત્યાં આકર્ષણનું કેન્દ્ર કેવી રીતે બનવું અને લાઈમલાઈટ કેવી રીતે લૂંટવી તે ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા સારી રીતે જાણે છે. હાલમાં તે પતિ નિક જાેનસ સાથે તેની મિત્રના લગ્નમાં પહોંચી હતી અને ત્યાં સૌની નજર બ્રાઈડ કરતાં તેના પર વધુ ચોંટેલી હતી.
પોતાની ફેશન ચોઈસ માટે જાણીતી પ્રિયંકા ચોપરા ફંક્શનમાં રેડ કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેરીને પહોંચી હતી, આ સાથે તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો અને લાઈટ જ્વેલરી પહેરી હતી. વાળ ખુલ્લા રાખીને તેણે લૂકને પૂરો કર્યો હતો. બીજી તરફ, નિકે ગ્રે કલરનું સૂટ પહેર્યું હતું. એક્ટ્રેસે જે પોસ્ટ શેર કરી છે, તેની પહેલી તસવીર પતિ સાથેની છે. બીજી તસવીરમાં તે કેટલાક મિત્રો સાથે જાેવા મળી રહી છે.
ત્રીજી તસવીર બ્રાઈડ સાથેની છે. એક તસવીર મેકઅપ કરતી વખતે કેપ્ચર કરવામાં આવી છે. તસવીરોની સાથે પ્રિયંકા ચોપરાએ લખ્યું હતું ‘બે અદ્દભુત લોકોના મિલનના સાક્ષી બનવાનું મને હંમેશા ગમે છે.
કોની અને જેસી તમારો પ્રેમ ખૂબ સુંદર છે. તમારું જીવન હંમેશા આનંદ અને ખુશીથી ભરેલું રહે. તેનો ભાગ બનવા માટે અમને આમંત્રિત કરવા બદલ આભાર’. કોમેન્ટ સેક્શનમાં એક્ટ્રેસની મેનેજર અંજુલા અચારિયાએ ફાયર ઈમોજી ડ્રોપ કર્યા છે. આ સિવાય કેટલાક ફેન્સે પ્રિયંકા અને નિકની જાેડીના વખાણ કર્યા છે તો કેટલાકે તેની દીકરી માલતી મેરી કેમ નથી દેખાઈ રહી તેવો સવાલ કર્યો છે.
થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ચોપરાને ડેમોક્રેટિક નેશનલ કમિટીના વુમન લિડરશિપ ફોરમના સેશનમાં સ્પીચ આપવાની તક મળી હતી, અહીંયા તેણે અમેરિકા વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે વાતચીત કરી હતી. નિક જાેનસ પણ તેની સાથે ગયો હતો અને કામમાં ખલેલ ન પહોંચે તે માટે ડેડી ડ્યૂટી નિભાવતા દીકરી માલતી મેરીનું ધ્યાન રાખ્યું હતું.
જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસે ડિસેમ્બર, ૨૦૧૮માં લગ્ન કર્યા હતા અને લગ્નજીવનના ત્રણ વર્ષ બાદ જાન્યુઆરી, ૨૦૨૨માં તેમના ઘરે સરોગસીથી દીકરીનો જન્મ થયો. એક્ટ્રેસ ઘણીવાર દીકરી સાથેની તસવીરો શેર કરતી રહે છે, પરંતુ આજ સુધી તેનો ચહેરો દેખાડ્યો નથી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ખૂબ જલ્દી વેબ સીરિઝ ‘સિટાડેલ’માં મહત્વના પાત્રમાં જાેવા મળવાની છે. આ સિવાય તે બોલિવુડમાં કમબેક કરવાની પણ તૈયારી કરી રહી છે. તે ફરહાન અખ્તરની ગર્લ ટ્રિપ પર આધારિત ફિલ્મ ‘જી લે ઝરા’માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે.SS1MS