પ્રિયંકાએ પતિના ૩૦મા બર્થ ડેને ઉજવવા બુક કરાવ્યું ગોલ્ફ ક્લબ
મુંબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ પોપ્યુલર સેલિબ્રિટી કપલ પૈકીના એક છે. ૨૦૧૮માં નિક-પ્રિયંકાએ લગ્ન કર્યા ત્યારથી તેઓ સોશિયલ મીડિયા પર કે જાહેરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં ખચકાતા નથી.
બંને પોતપોતાના ફિલ્ડમાં વ્યસ્ત હોવા છતાં એકબીજા માટે સમય કાઢી લે છે અને ક્વોલિટી ટાઈમ વિતાવે છે. નિક-પ્રિયંકા એનિવર્સરી હોય કે બર્થ ડે એકબીજા માટે કંઈક ને કંઈક ખાસ કરતા રહે છે. ૧૬ સપ્ટેમ્બરે નિક જાેનસનો ૩૦મો બર્થ ડે હતો. ત્યારે પ્રિયંકાએ સુનિશ્ચિત કર્યું હતું કે આ દિવસે નિક પોતાની ગમતી વસ્તુ કરે.
અમેરિકન સિંગર નિક જાેનસને ગોલ્ફ રમવું પસંદ છે, જેની ઝલક પ્રિયંકા કેટલીયવાર સોશિયલ મીડિયા પર બતાવી ચૂકી છે. નિકના ૩૦મા બર્થ ડે માટે પ્રિયંકાએ ગોલ્ફ ક્લબ બુક કરાવ્યું હતું. સ્કોટ્સડેલ નેશનલ ગોલ્ફ ક્લબમાં નિકનો બર્થ ડે પરિવાર અને મિત્રો સાથે ઉજવવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકા ચોપરાએ પતિના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવી છે.
પ્રિયંકાએ એક રીલ શેર કરી છે જેમાં નિકના બર્થ ડે સેલિબ્રેશનની કેટલીય તસવીરો છે. જેમાં નિકના ફ્રેન્ડ્સ ઉપરાંત પરિવાર પણ જાેવા મળી રહ્યો છે. તસવીરોમાં જાેઈ શકાય છે કે નિકના પેરેન્ટ્સ, તેના ભાઈઓ જાે, કેવિન અને ફ્રેન્કી જાેવા મળી રહ્યા છે.
નિકની પાર્ટી માટે ડ્રેસ કોડ વ્હાઈટ રાખવામાં આવ્યો હશે એટલે બધા જ સફેદ રંગના આઉટફિટ્સમાં જાેવા મળી રહ્યા છે. આખો દિવસ ગોલ્ફ કોર્સમાં વિતાવ્યા પછી રાત્રે સૌએ આલિશાન બેન્ક્વેટમાં પાર્ટી કરી હતી. એક તસવીરમાં પ્રિયંકા ચોપરા સાસુ ડેનિસ પર પ્રેમ વરસાવતી જાેવા મળી રહી છે.
આ સિવાય પ્રિયંકા નિકને આલિંગન આપતી અને તેના ખોળામાં બેઠેલી તેમજ ગોલ્ફકાર્ટ ચલાવતી જાેઈ શકાય છે. આ સિવાય નિક માટે મિરર પર સૌએ લિપસ્ટિકથી મેસેજ લખ્યા છે. ઉપરાંત નિક ૩૦મા વર્ષમાં પ્રવેશ્યો છે ત્યારે ‘ડમ્પિંગ યોર ૨૦જ’ લખેલા ટોઈલેટ પેપર લાવવામાં આવ્યા હતા.
પ્રિયંકાએ આ તસવીરો શેર કરતાં પતિ માટે સુંદર બર્થ ડે નોટ લખી હતી. પતિને અતુલ્ય ગણાવતાં એક્ટ્રેસે લખ્યું, “હેપીએસ્ટ બર્થ ડે માય લવ. તારી જિંદગીમાં હંમેશા ખુશીઓ અને ચહેરા પર સ્મિત અકબંધ રહે.
આઈ લવ યુ નિક જાેનસ.” પાર્ટીની વ્યવસ્થા સરસ રીતે કરવા માટે આયોજકોનો આભાર માનતાં પ્રિયંકાએ લખ્યું, “આ વીકએન્ડ પર મારું દિલ ખુશીઓથી ભરાઈ ગયું.
મારા પતિનો ૩૦મો બર્થ ડે ઉજવવો છે તેનાથી શરૂઆત થઈ હતી પરંતુ અંતે ખૂબ સારો રહ્યો. NJના બધા જ મિત્રો અને પરિવાર સાથે હતો ત્યારે રૂમ ખુશીઓ અને પ્રેમથી છલકાઈ ગયો હતો. મારા અતુલ્ય પતિનું બર્થ ડે યાદગાર બનાવવા માટે તમારો આભાર માનું તેટલો ઓછો છે.” નિકે આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું, ‘અદ્ભૂત સમય. તું શાનદાર છે.’ જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસે ભારતમાં ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.SS1MS