અંકિતે આપેલા દગાથી ભાંગી પડી પ્રિયંકા ચૌધરી
મુંબઈ, બિગ બોસ ૧૬ના ઘરમાં ક્યારે કોણ મિત્ર બની જાય અને કોણ દુશ્મન તે કહેવું મુશ્કેલ છે. રિયાલિટી શોની શરૂઆતથી જ બેસ્ટફ્રેન્ડ્સ રહેલા પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાની મિત્રતામાં આગામી દિવસોમાં તિરાડ પડેલી જાેવા મળે તેવી શક્યતા છે.
વાત એમ છે કે, આજે ‘શુક્રવાર કા વાર છે, જેમાં હોસ્ટ સલમાન ખાન કન્ટેસ્ટન્ટ્સ પર વાર કરશે અને બધાનો ક્લાસ લેશે. આગામી એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં હોસ્ટ અંકિતને સમજાવી રહ્યો છે તો બીજી તરફ તેણે પ્રિયંકા માટે શું કહ્યું હતું તે પણ જાહેર કરશે.
પ્રોમોમાં સલમાન ખાન અંકિતને કહેતો જાેવા મળ્યો કે ‘અંકિત તારે તેવા લોકોને સલાહ આપવી જાેઈએ, જે તને સાંભળવા માટે તૈયાર છે’. અંકિત જવાબમાં કહે છે ‘તેથી જ મેં તેને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું છે’, તેની આ વાત સાંભળી પ્રિયંકાનું દિલ તૂટી જાય છે.
પ્રોમોમાં આગળ સલમાન પ્રિયંકાને અંકિતે તેના વિશે શું કહ્યું હતું તે દેખાડે છે. જેમાં લખ્યું છે ‘ગેમ સિવાય કોઈ બીજી વાત કરતી જ નથી. હું તેને કંઈ કહી પણ નથી શકતો. જ્યારે પણ કંઈ કહેવા જાઉ તો કહે છે મને ન જણાવ’. આ સ્ટેટમેન્ટ વાંચ્યા બાદ પ્રિયંકાને આઘાત લાગે છે અને તે કહે છે ‘અંકિત વાઉ’.
ત્યારબાદ આપવામાં આવેલા ટાસ્કમાં દરેક કન્ટેસ્ટન્ટે તેના પર ગંદુ પાણી ફેંકવાનું હોય છે, જેઓ શોમાં સારુ કરી રહ્યા નથી. પ્રિયંકા અંકિતને બોલાવે છે અને તેના ચહેરા પર પાણી ફેંકીને ચાલવા લાગે છે. અંકિત તેની સાથા વાત કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે મૂડમાં ન હોવાથી ગુસ્સે થઈ જાય છે. પ્રિયંકા અંકિતને કહે છે ‘મારા વિશે શું બોલી રહ્યો છે તું શું અહીં ગેમ રમવા આવી છું તારી સાથે.
તું સારી રીતે જાણે છે કે મારો સ્વભાવ ગેમ રમવાનો નથી. તારો સ્વભાવ ગેમ રમવાનો છે’. અંકિત તેને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તે જવા દેવા કહે છે. અંકિત કહે છે ‘શું થઈ ગયું છે તને? શું તને લાગે છે કે હું મૂર્ખ છું?’. પ્રિયંકા વળતો જવાબ આપતાં કહે છે ‘તને લાગે છે કે હું મૂર્ખ છું. મારો હાથ છોડ અને મારાથી દૂર રહે!’.SS1MS