દાદી અને નાની રાખે છે માલતી મેરીની સંભાળ
મુંબઈ, લગ્નના ત્રણ વર્ષ બાદ દીકરી માલતી મેરીના મમ્મી-પપ્પા છે. એમએમનો (માલતી મેરીનું હુલામણું નામ) જન્મ સરોગસીથી જાન્યુઆરી ૨૦૨૨માં થયો હતો. Priyanka Chopra and Nick Jonas Malti Mary
નાનકડી માલતી મેરી આ કપલના જીવનમાં ખુશીઓનો ખજાનો લઈને આવી છે અને એક્ટ્રેસનું કહેવાનું માનીએ તો, તેના જન્મ બાદ તેમના જીવનમાં પોઝિટિવ ફેરફાર થયા છે. અપકમિંગ ફિલ્મ ‘લવ અગેઈન’ના પ્રમોશનના સંદર્ભમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે તેમ પણ કહ્યું હતું કે જ્યારે તે કામમાં વ્યસ્ત હોય છે ત્યારે મમ્મી મધુ ચોપરા અને સાસુ ડેનિસ જાેનસ માલતી મેરીને સાચવે છે. આ સિવાય પતિ પણ તેને ખૂબ સપોર્ટ કરે છે.
પ્રિયંકા ચોપરા ટીનેજર હતી ત્યારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નોન-સ્ટોપ કામ કરી રહી છે. ત્યારે ઈન્ટરનેશનલ શોમાં હાજરી આપવા દરમિયાન તેને દીકરીના જન્મ બાદ શું તે સ્લો-ડાઉન થયું છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘હા ખરેખર, હું ખરેખર કૃતજ્ઞ છું કે, મારી સાથે તે એવા સમયે થયું જ્યારે સમય હતો.
‘અરે હું કામ પર જઈ શકીશ નહીં’ અથવા એક વર્ષની રજા લેવાની ક્ષમતા દરેકમાં હોતી નથી. પરંતુ મેં તેમ કર્યું. મેં એક વર્ષની રજા લીધી અને હું તેવી વ્યક્તિ છું વર્ષમાં ચાર ફિલ્મો કરી છે કારણ કે હું લોભી છું. હું નહોતી ઈચ્છતી કે મારું કામ કોઈ અન્યને આપવામાં આવે. કારણ કે ઘણીવાર ફરીથી તે કામ મળતું નથી.
મારામાં હજી પણ તે એનર્જી છે. પરંતુ જ્યારે માલતી મેરી આવી ત્યારે બીજું કંઈ મહત્વનું નહોતું. તે મારું ઘરે આવવાનું સિગ્ન છે. હું જ્યાં પણ જાઉ, મારે ઘરે આવવું પડે છે. તે દરેક જગ્યાએ મારી સાથે હોય છે. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, ‘માલતી પરિવારમાં કોઈની સાથે ન હોય તો હું કામ પર જઈ શકતી નથી.
જાે કે, મારી મમ્મી તેને ખૂબ પ્રેમ કરે છે. માલતી અત્યારે મારા સાસુ પાસે છે. નિક અને મને મારા મમ્મી તેમજ સાસુ તરફથી ઘણો સપોર્ટ મળે છે’. પ્રિયંકા આ વાતમાં બધી હીરોઈન કરતાં એકદમ અલગ પડે છે. તેણે દીકરી માટે આયા રાખી નથી પરંતુ પરિવારના સભ્યોની તે ક્લોઝ રહે તે ધ્યાનમાં રાખ્યું છે.
ગત મહિને જ પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ દીકરીને લઈને મુંબઈ આવ્યા હતા, આ માલતી મેરીનો પહેલો ભારતીય પ્રવાસ હતો. એક વર્ષની ઢીંગલીને અહીંયાનું વાતાવરણ કેવું લાગ્યું તેનો ખુલાસો કરતાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે ‘તેને ભારતની દરેક વાત ગમી હતી… જગ્યા અને અવાજથી લઈને બધું જ. તેને કારમાં બેસાડવી સૌથી મોટો ઈશ્યૂ બની ગયો હતો. તેના એક હાથમાં પનીર રહેતું હતું અને બીજાે હાથ પનીર સાથે મોંમાં રહેતો હતો. તેને ભારતીય વ્યંજનો ભાવ્યા હતા. તેને અહીંયાનો અવાજ ગમ્યો હતો. પરિવાર તરીકે અમે ત્યાં જઈ શક્યા તેની મને ખુશી છે. તે ટ્રિપ ખૂબ જ ખાસ હતી’.SS1MS