દિલજીત દોસાંજના કોન્સર્ટમાં પ્રિયંકા ચોપરાએ કર્યું ચીયર
મુંબઈ, ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરાના લાખો ફેન્સ છે પરંતુ તે પંજાબી સિંગર દિલજીત દોસાંજની સૌથી મોટી ફેન હોય તેમ લાગી રહ્યું છે. વાત એમ છે કે, વિદેશમાં પણ દિલજીત દોસાંજના સોન્ગનો જબરદસ્ત ક્રેઝ છે અને હાલ તે અમેરિકાના વિવિધ શહેરોમાં લાઈવ સ્ટેજ શો કરી રહ્યો છે.
એક દિવસ પહેલા લોસ એન્જલન્સમાં તેનો લાઈવ કોન્સર્ટ હતો અને પ્રિયંકા ચોપરા ત્યાં જ રહેતી હોવાથી કોમેડિયન અને ક્લોઝ ફ્રેન્ડ લીલી સિંહ સાથે ત્યાં પહોંચી હતી. આ દરમિયાન બંનેએ ખૂબ એન્જાેય કર્યું હતું, સિંગરને ચીયર્સ કર્યું હતું અને શો ખતમ થયા બાદ દિલજીત દોસાંજને મળીને બે હાથ જાેડીને નમી પણ પડી હતી. પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો અને તસવીરો શેર કર્યા છે.
પ્રિયંકા ચોપરાએ શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં તે અને લીલી સિંહ દિલજીત દોસાંજ સાથે પોઝ આપી રહ્યા છે. એક તસવીરમાં ત્રણેય એકબીજાને હાથ જાેડી રહ્યા છે અને નમી ગયા છે. આ પોસ્ટમાં એક્ટ્રેસે સિંગરના સ્ટેજ પર્ફોર્મન્સનો વીડિયો પણ શેર કર્યો છે.
આ સાથે લખ્યું છે કેટલીક બાબતો તેવી હોય છે, જે તમને ઘરની જેમ ગરમાવો આપે છે. પણ, જ્યારે તમારા લોકો શહેરમાં હોય. @diljitdosanjh જે પણ કરે છે તે બેસ્ટ હોય છે અને તેના પર્ફોર્મન્સને જાેવાની મજા આવી. તેણે પોતાના અવાજથી દર્શકોને જકડી રાખ્યા હતા. અમારામાંથી કોઈ પણ એક ક્ષણ માટે બેઠું નહોતું. તું સાચેમાં સુપરસ્ટાર છે @diljitdosanjhર.
દિલજીતના હાલના ટુરની ટિકિટ લેવા માટેની તમને ભલામણ કરું છું. આ સિવાય ટીમનો પણ આભાર જેમણે મને અને મારા ફ્રેન્ડ્સને કમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું. હંમેશા નાઈટ આઉટ માટેના બેસ્ટ આઈડિયા માટે આભાર @lilly. ખૂબ બધો પ્રેમ. PS: અમને એકબીજાનો આદર કરતાં કરતાં નીચે નમતા જુઓ. હું સૌથી નીચી નમેલી છું! LOL!’.
લીલી સિંહે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દિલજીત દોસાંજના કોન્સર્ટને એન્જાેય કરતાં કેટલાક વીડિયો શેર કર્યા છે અને સાથે લખ્યું છે #Punjabi, તેના વીડિયોને રિશેર કરતાં દિલજીતે લખ્યું છે ‘અમને તમારા પર ગર્વ છે લેડીઝ’.
પ્રિયંકા ચોપરાની વાત કરીએ તો, પ્રોફેશન લાઈફની સાથે-સાથે તે પર્સનલ લાઈફમાં પણ વ્યસ્ત છે. હાલમાં જ તેણે કેટલાક પ્રિયજનો સાથે મેક્સિકોમાં ૪૦મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ વખતે જ તેની દીકરી માલતી મેરી છ મહિનાની થતાં તેની પણ ઉજવણી કરવામાં આવી હતી. એક્ટ્રેસ ખૂબ જલ્દી હોલિવુડની સીરિઝ ‘સિટાડેલ’માં જાેવા મળવાની છે. આ સિવાય તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં તે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે દેખાશે.SS1MS