Western Times News

Gujarati News

પ્રિયંકા ચોપરાએ દીકરીને કરાવી ટ્રેનમાં મુસાફરી

મુંબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસનો વીકએન્ડ પરિવાર સાથે સમય વિતાવીને પૂરો થયો હતો. ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જાેનસે પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને દીકરી માલતી મેરી અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો.

પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને ફેમિલી ટાઈમની ઝલક બતાવી હતી. પ્રિયંકા ચોપરાએ બોટ રાઈડ માણતી વખતની પતિ સાથેની સેલ્ફી શેર કરી હતી. કપલે કાર અને ફ્લાઈટ છોડીને ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ ટ્રીપ દરમિયાન માલતી મેરીને પણ નાનકડા ફ્રેન્ડની કંપની મળી ગઈ હતી.

માલતી મેરીએ સ્વિમિંગ પુલમાં પણ ખૂબ મજા કરી હતી. પ્રિયંકા ચોપરાએ પોતાની મમ્મી મધુ ચોપરા અને સાસુ ડેનિસ જાેનસની તસવીર શેર કરી હતી. જેમાં બંનેનું એકબીજા સાથેનું બોન્ડ જાેવા મળી રહ્યું છે. એક તસવીરમાં નિકના પિતા પોલ પણ જાેવા મળી રહ્યા છે. લિવરપુલ સુધીની ટ્રેન રાઈડમાં પ્રિયંકા માલતી મેરીને બહારના નજારા બતાવતી દેખાય છે.

પ્રિયંકા ચોપરાએ આ ફોટોઝને કેપ્શન આપતાં લખ્યું, મેજિક, ફેમિલી. અગાઉ નિક જાેનસે પણ દીકરી માલતી મેરી સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં માલતીને તેણે ઊંચકેલી છે. હાર્ટ ઈમોજી સાથે નિકે આ ફોટો શેર કર્યો હતો. બ્લૂ રંગના ફ્રોકમાં માલતી ક્યૂટ લાગતી હતી. જણાવી દઈએ કે, જાન્યુઆરી ૨૦૨૨માં માલતી મેરીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. માલતી એક વર્ષની થઈ પછી પહેલીવાર તેનો ચહેરો દુનિયા સામે કપલે છતો કર્યો હતો.

જાન્યુઆરી ૨૦૨૩માં લોસ એન્જેલસમાં જાેનસ બ્રધર્સ હોલિવુડની વૉક ઓફ ફેમ સેરેમનીમાં હાજર રહ્યા હતા જેમાં પહેલીવાર માલતીનો ચહેરો દુનિયા સામે આવ્યો હતો.

પ્રિયંકા ચોપરા વેબ સીરીઝ સિટાડેલના પ્રમોશન માટે ભારત આવી ત્યારે માલતીને સાથે લાવી હતી. તેની સાથે તેણે સિદ્ધિવિનાયક મંદિરમાં પણ દર્શન કર્યા હતા. જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસે ડિસેમ્બર ૨૦૧૮માં રાજસ્થાનમાં હિંદુ અને ખ્રિસ્તી રિવાજાે મુજબ લગ્ન કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.