Western Times News

Gujarati News

અલ્લુ અર્જુન અને એટલીની ફિલ્મમાંથી પ્રિયંકા ચોપરા આઉટ

મુંબઈ, તાજેતરમાં એવી અફવાઓ હતી કે પ્રિયંકા ચોપરા અલ્લુ અર્જુન અને એટલીની આગામી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે, પરંતુ સૂત્રોએ તેને ખોટી ગણાવી છે.

સુત્રોએ જણાવ્યું છે કે પ્રિયંકા ચોપરા અલ્લુ અર્જુન અને દિગ્દર્શક એટલીની આગામી ફિલ્મનો ભાગ નથીઆ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક સૂત્રએ પુષ્ટિ આપી હતી કે, “અલ્લુ અર્જુન અભિનીત અને એટલી દિગ્દર્શિત આ ફિલ્મ ખૂબ જ મોટા પાયે બનાવવામાં આવી રહી છે અને તેની ખૂબ જ અપેક્ષા છે. જ્યારથી આ પ્રોજેક્ટ જાહેર થયો છે, ત્યારથી તેની સાથે ઘણા નામો જોડાયેલા હોવાની અફવાઓ ચાલી રહી છે.

પ્રિયંકા ચોપરાનું નામ પણ ચર્ચામાં રહ્યું છે, પરંતુ તે ક્યારેય આ ફિલ્મનો ભાગ રહી નથી. બધા અહેવાલો ફક્ત અટકળો છે.”આ બહુપ્રતિક્ષિત ડ્રામા ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે કોણ જોડાય છે તે જોવું રોમાંચક રહેશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ડબલ રોલ ભજવશે, જ્યારે પહેલા એવી ચર્ચા હતી કે ફિલ્મમાં બે હીરો હશે.

અલ્લુ અર્જુનની ટીમે પુષ્ટિ આપી છે કે અલ્લુ અર્જુન આ પ્રોજેક્ટમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મનું નિર્માણ શરૂઆતના તબક્કામાં હોવાથી, ફિલ્મના કલાકારો, ક્‰ અને વાર્તા વિશે વધુ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે.અલ્લુ અર્જુન છેલ્લે ‘પુષ્પા-૨’માં જોવા મળ્યો હતો, જે ખૂબ જ સફળ રહ્યો હતો અને તેણે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતા.

દરમિયાન, પ્રિયંકા ચોપરા હાલમાં એસએસ રાજામૌલીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં તે ઓડિશામાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. તેની આગામી ફિલ્મમાં, તે પહેલી વાર મહેશ બાબુ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ સાહસિક પ્રોજેક્ટમાં, મહેશ બાબુ ભગવાન હનુમાનથી પ્રેરિત ભૂમિકામાં જોવા મળશે.

અહેવાલો અનુસાર, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ૯૦૦-૧૦૦૦ કરોડ રૂપિયાના વિશાળ બજેટમાં બનાવવામાં આવશે. આ બહુચર્ચિત ફિલ્મ બે ભાગમાં બને તેવી શક્યતા છે.તમને જણાવી દઈએ કે ‘એસએસએમબી ૨૯’ સાથે, પ્રિયંકા ૨૩ વર્ષના લાંબા ગાળા પછી તેલુગુ સિનેમામાં પરત ફરશે. તેમની છેલ્લી ટોલીવુડ ફિલ્મ પી રવિશંકરની ૨૦૦૨ માં આવેલી રોમેન્ટિક ફિલ્મ ‘અપુરૂપમ‘ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.