પ્રિયંકા ચોપરાને રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પ્રતિષ્ઠિત ઓનરીસ એવોર્ડ મળ્યો
આ ફિલ્મે ઇતિહાસ, વિજ્ઞાન અને મૂલ્યો તેમજ સિદ્ધાંતોની ચર્ચા ઉપરાંત બોક્સ ઓફિસના નવા રેકોર્ડ બનાવ્યા છે
સારા જેસિકાએ ફેસ્ટિવલમાં પ્રિયંકા ચોપરાનું સન્માન કર્યું
મુંબઈ,વિશ્વ કક્ષાએ જો મનોરંજનની દુનિયાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૨૪ની કેટલીક નોંધપાત્ર ઘટાનાઓમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન પ્રિયંકા ચોપરાને પ્રતિષ્ઠિત ઓનરીસ એવોર્ડથી સન્માનિત થઈ તેને લઇને ટેલર સ્વિફ્ટની રેકોર્ડ બ્રેકિંગ એરાઝ ટુર સહિત કેટલીક ઘટનાઓનો સમાવેશ થાય છે.પ્રિયંકા ચોપરા હવે એક ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા જોનાસ બની ગઈ છે. તેને સાઉદી અરેબિયાના જેદ્દા ખાતે તાજેતરમાં યોજાયેલ રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત ઓનરીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી .
તેને આ એવોર્ડ ગ્લોબલી ફેશન આઇકોન મનાતી સારા જેસિકા પાર્કર દ્વારા આપવામાં આવ્યો હતો. પ્રિયંકાનાં વિશ્વકક્ષાએ ફિલ્મોમાં પ્રદાન બદલ તેમજ નવા પ્રયોગો કરવામાં દર્શાવેલી હિમ્મત બદલ તેને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન તેનો સિલ્વર ડ્રેસ અને સારા જેસિકા પાર્કરનો ગોલ્ડન અને સિલ્વર ડ્રેસ પણ ચર્ચમાં રહ્યા હતા. તો ટેલર સ્વિફ્ટની રેકોર્ડ બ્રેકિંગ એરાઝ ટુર પણ આ વર્ષે ચર્ચામાં રહી હતી. મ્યુઝિક સુપર સ્ટાર ટેલર સ્વિફ્ટએ ઐતિહાસિક અને રેકોર્ડ બ્રકિંગ કમાણી કરનારી મ્યુઝિક ટુર દ્વારા પોતાની લોકપ્રિયતા અને લોકોના દિલો-દિમાગ પર તેના સંગીતની અસર સાબિત કરી દિધી છે.
તેણે ફરી રેકોર્ડ કરેલાં તેના મ્યુઝિક આલ્બમ અને ઇન્ડસ્ટ્રી પર તેના કારણે થયેલી અસર સમગ્ર વર્ષ દરમિયાન ચર્ચામાં રહી છે.ઓપનહાઇમર ફિલ્મ આ વર્ષની અનોખી સિદ્ધિ બની રહી છે. ક્રિસ્ટોફર નોલાનની આ ફિલ્મે મોડર્ન સિનેમાની નવી વ્યાખ્યા આપવાની સાથે બોક્સ ઓફિસ પર પણ સફળતા મેળવીને ફિલ્મોને નવી રાહ ચીંધી છે. આ ફિલ્મે ઇતિહાસ, વિજ્ઞાન અને મૂલ્યો તેમજ સિદ્ધાંતોની ચર્ચા ઉપરાંત બોક્સ ઓફિસના નવા રેકોર્ડ બનાવ્યા છે. ઓપનહાઇમર ફિલ્મથી બિલકુલ વિરોધાભાસી છતાં આ ફિલ્મથી પણ વધુ ચર્ચામાં રહેલી અને સફળ થયેલી ફિલ્મ બાર્બીએ પોપ કલ્ચરને નવા આયામ પર પહોંચાડી દીધું છે. ગ્રેટા જેર્વિગની બાર્બીમાં માર્ગાેટ રોબી અને રાયન ગોસ્લિંગે લીડ રોલ કર્યા હતા. જેમણે મોટા પડદાના પર નવી સાંસ્કૃતિક ક્રાંતિ લાવી
દીધી હતી. આ ફિલ્મ સામાજિક મુદ્દા માટે ચર્ચામાં રહેવાની સાથે બોક્સ ઓફિસ પર પણ સફળ રહી હતી. ss1