પ્રિયંકા ચોપરાએ દીકરીને બોલિવુડ સોન્ગ સંભળાવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/08/Priyanka-2.webp)
મુંબઈ, ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ પોતાના માતૃત્વના દિવસોને મન ભરીને માણી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકા ચોપરા દર થોડા દિવસે પોતાની દીકરી માલતી મેરીની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
પ્રિયંકા ચોપરાએ વીકએન્ડ પર દીકરીનો સુંદર વિડીયો શેર કર્યો છે. પ્રિયંકા ચોપરાએ હજી સુધી દીકરીનો ચહેરો દુનિયાથી છુપાવી રાખ્યો છે પરંતુ તેની પીઠ દેખાતી હોય તેવો વિડીયો શેર કર્યો છે જેમાં તે એક બોલિવુડ ગીત સાંભળી રહી છે. પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વિડીયોમાં જાેઈ શકે છે કે તેણે દીકરીને તેડી છે અને બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘દિલ્હી ૬’નું ગીત ‘સસુરાલ ગેંદા ફૂલ’ વાગી રહ્યું છે.
સાથે જ પ્રિયંકાનો હસવાનો અવાજ સંભળાઈ રહ્યો છે જે જાેતાં લાગી રહ્યું છે કે, દીકરીના એક્સપ્રેશન જાેઈને તે હસી રહી છે. વિડીયોમાં જાેઈ શકો છો કે માલતીએ પિંક રંગનું ફ્રોક પહેર્યું છે અને માથામાં મેચિંગ હેરબેન્ડ છે. આ વિડીયો શેર કરતાં ‘દેસી ગર્લે’ લખ્યું, શનિવારની સવાર કંઈક આવી હોય છે?.
પ્રિયંકાના આ વિડીયો પર ફરહાન અખ્તર, દિયા મિર્ઝા જેવા સેલેબ્સે કોમેન્ટ કરીને માલતી મેરી પર પ્રેમ વરસાવ્યો છે. સાથે ફેન્સને પણ આ વિડીયો પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા અને નિકની દીકરી માલતી મેરીનો જન્મ જાન્યુઆરી ૨૦૨૨માં સરોગસી દ્વારા થયો હતો. લગભગ ૧૦૦ દિવસ દ્ગૈંઝ્રેંમાં વિતાવ્યા બાદ મધર્સ ડે પર પ્રિયંકા-નિકની દીકરી ઘરે આવી હતી.
ત્યારથી જ કપલ દર થોડા દિવસે દીકરીનો ચહેરો ના દેખાય તે પ્રકારની તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતું રહે છે. વર્કફ્રંટની વાત કરીએ તો પ્રિયંકા પાસે કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ છે.
હવે તે ‘એન્ડિંગ થિંગ્સ’, ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ જેવી હોલિવુડ ફિલ્મોમાં તેમજ રૂસો બ્રધર્સની ‘સિટાડેલ’માં જાેવા મળશે. આ સિવાય ફરહાન અખ્તરના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ ‘જી લે ઝરા’માં આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ સાથે દેખાશે.SS1MS