પ્રિયંકા ચોપડાએ પ્રથમવાર દેખાડ્યો પુત્રીનો ચહેરો

મુંબઈ, બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાની પર્સનલ લાઇફને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
આ વર્ષે જાન્યુઆરીમાં તે એક પુત્રીની માતા બની હતી, ત્યારબાદ તે પોતાની બેબીને લઈને ખુબ લાઇમલાઇટમાં રહે છે અને તેનું કારણ છે તેની પુત્રીનો ફેસ. હકીકતમાં જ્યારથી પ્રિયંકા માતા બની છે ત્યારથી તેના ફેન્સ તેની પુત્રીનો ચહેરો જાેવા માટે ખુબ ઉત્સુક છે.
પરંતુ હવે અભિનેત્રીએ પોતાની પુત્રીનો ફેસ રિવીલ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડાએ પુત્રીનું નામ ‘માલતી મૈરી ચોપડા જાેનસ રાખ્યું છે, જેનો ચહેરો હવે સામે આવી ચુક્યો છે. પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર માલતીનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ખુબ પ્રેમાળ લાગી રહી છે.
જે તસવીર પ્રિયંકાએ શેર કરી છે તેમાં માલતી બેઠી જાેવા મળી રહી છે, જેણે સફેદ કલરનું ટી-શર્ટ પહેરી રાખ્યું છે, જેના પર દેશી ગર્લ લખેલું છે. તો ફોટો પર કેપ્શન આપતા પ્રિયંકાએ માલતીને ‘દેશી ગર્લ’ ગણાવી છે. પ્રિયંકાએ આ તસવીર દ્વારા પણ પુત્રીનો ચહેરો રિવીલ કર્યો નથી. સામે આવેલા ફોટોમાં માલતીનો માત્ર અડધો ચહેરો જાેવા મળી રહ્યો છે, પરંતુ તેને જાેઈને લાગે છે કે તે ખુબ ક્યૂટ છે.
પ્રિયંકા ચોપડાએ મધર્સ ડે પર સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા માલતીની ઝલક પોતાના ફેન્સને દેખાડી હતી. પરંતુ તે સમયે પણ ચહેરો સામે આવ્યો નહીં. પરંતુ હવે આ લેટેસ્ટ ફોટોમાં માલતીનો હાફ ફેસ રિવીલ થઈ ગયો છે.