પ્રિયંકા ચોપરા સરોગસીથી ફરી મા બનવા માગે છે

નવી દિલ્હી, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ આ વર્ષની શરૂઆતમાં સરોગસી દ્વારા પહેલા સંતાનના માતા-પિતા બન્યા હતા. જાન્યુઆરી મહિનામાં કપલે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેમની ઘરે દીકરીનો જન્મ થયો હોવાનું જણાવ્યું હતું.
હવે, વહેતા થયેલા રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકા અને નિક બીજા બાળક માટે તૈયાર છે. બંને જ જીવનમાં ભાઈ-બહેન હોવાનું મૂલ્ય અને મહત્વ સમજે છે અને તેમની દીકરી માલતી મેરી માટે પણ કંઈક આવું જ ઈચ્છે છે. જાે કે, ટૂંક સમયમાં આમ થવાની શક્યતા ન હોઈ શકે, પરંતુ કપલ વધારે બાળકો ચોક્કસથી ઈચ્છે છે. તેમના બાળકો વચ્ચે ઉંમરનો વધારે તફાવત ન હોય તેમ તેઓ ઈચ્છે છે.
નિક જાેનસને કેવિન જાેનસ અને જાે જાેનસ એમ ભાઈઓ છે, તેમની વચ્ચે પણ ઉંમરનો વધારે તફાવત નથી. જાેનસ બ્રધર્સ તેમના બાળકો કઝિન્સની જેમ નહીં પરંતુ સગા ભાઈ-બહેનની જેમ રહે તેમ ઈચ્છે છે.
આટલું જ નહીં, તેમના માતા-પિતા પણ શક્ય એટલા વધારે બાળકો લાવવા માટે દબાણ કરી રહ્યા છે, તેમ બોલિવુડ લાઈફના રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે. પ્રિયંકા અને નિકની દીકરી માલતી મેરીની વાત કરીએ તો, તે હાલમાં જ છ મહિનાની થઈ છે. તે છ મહિનાની થતાં કેક કટ કરીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારના સભ્યો અને કપલના અંગત મિત્રો હાજર રહ્યા હતા.
એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર પણ શેર કરી હતી, જાે કે હાર્ટ ઈમોજીથી તેનો ચહેરો છુપાવ્યો હતો. પ્રિયંકા ચોપરાએ હાલમાં જ પોતાનો ૪૦મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ માટે તમામ મેક્સિકો ગયા હતા અને નિક જાેનસે બધું પ્લાનિંગ કર્યું હતું. તેની તસવીરો શેર કરીને એક્ટ્રેસે બેસ્ટ બર્થ ડે ગણાવ્યો હતો તેમજ તેને સ્પેશિયલ ફીલ કરાવવા માટે પતિનો આભાર પણ માન્યો હતો.
સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે પરિણીતી ચોપરા ખાસ ત્યાં ગઈ હતી. ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે ખૂબ જલ્દી હોલિવુડની સીરિઝ ‘સિટાડેલ’માં મહત્વના રોલમાં જાેવા મળવાની છે. આ સિવાય તે ઘણા વર્ષ બાદ બોલિવુડમાં પણ કમબેક કરવાની છે. તે ફરહાન અખ્તરની ‘જી લે ઝરા’માં જાેવા મળશે, જેમાં તેની સાથે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ છે.SS1MS