Western Times News

Gujarati News

પ્રિયંકા ચોપરાએ પહેર્યો હદથી વધારે હાઇ-સ્લિટ વાળો ડ્રેસ

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હવે ગ્લોબલ સ્ટાર છે અને અમેરિકન સિંગર નિક જાેનાસ સાથે લગ્ન કર્યા બાદ તે અમેરિકામાં સ્થાયી થઈ ગઈ છે. તાજેતરમાં, એક્ટ્રેસ તેના પતિ અને દીકરી માલતી મેરી ચોપરા જાેનાસ સાથે ભારત આવી છે.

આ પહેલા, એક્ટ્રેસ દ્ગસ્છઝ્રઝ્ર લૉન્ચને કારણે ચર્ચામાં હતી અને હવે તે ભારતમાં તેના આગામી પ્રોજેક્ટ સિટાડેલનું પ્રમોશન કરી રહી છે. પ્રિયંકાએ મુંબઈમાં તેની સિરીઝની સ્ક્રીનિંગ યોજી હતી જેમાં તેણે ખૂબ જ હાઈ સ્લિટ ઑફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો.

હસીનાના ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું અને તેની બોલ્ડનેસ જાેઈને બધાના મોંઢા ખુલ્લા રહી ગયા! અમે હમણાં જ તમને કહ્યું તેમ, પ્રિયંકા ચોપરાએ મુંબઈમાં સિટાડેલની એક સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું જેમાં ઘણા ટીવી અને ફિલ્મ સ્ટાર્સને ઇનવાઇટ કરવામાં આવ્યા હતાં.

પ્રિયંકાએ આ સ્ક્રિનિંગ માટે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પસંદ કર્યો, જેનો સ્લિટ એટલો હાઇ હતો કે લોકોના હોશ ઉડી ગયા. પ્રિયંકાનો આ ડ્રેસ ઓફ શોલ્ડર ડ્રેસ હતો. આ તસવીરોમાં તમે પ્રિયંકા ચોપરાનો પૂરો લુક જાેઈ શકો છો.

એક્ટ્રેસે એવો હાઈ સ્લિટ બ્લુ ડ્રેસ પહેર્યો હતો કે તેનો આખો પગ એક્સપોઝ થઇ રહ્યો હતો. એક્ટ્રેસના ડ્રેસની પાછળ એક મોટું બો પણ હતું જે તેને વધુ સુંદર બનાવી રહ્યું હતું. એક્ટ્રેસ આ લુક માટે બ્રાલેસ થઈ હતી કારણ કે તે ઓફ શોલ્ડર લુક હતો.

સોલો પોઝ આપ્યા બાદ પ્રિયંકાએ તેના શોની કો-સ્ટાર અને ટીમ સાથે પણ ફોટો ક્લિક કરાવ્યા હતાં. પ્રિયંકા છેલ્લા બે દિવસથી તેના શો માટે પ્રમોશનલ ઈવેન્ટ્‌સ કરી રહી છે અને તેના કારણે તે ઈન્ટરવ્યુ પણ આપી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.