પ્રિયંકા ચોપરાના જેઠ-જેઠાણી બીજીવાર પેરેન્ટ્સ બન્યા

મુંબઈ, ગેમ ઓફ થ્રોન્સની એક્ટ્રેસ સોફી ટર્નર અને અમેરિકન સિંગર પતિ જાે જાેનસ બીજીવાર પેરેન્ટ્સ બની ગયા છે. સોફી અને જાેના ત્યાં બીજીવાર દીકરીનો જન્મ થયો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સોફી અને જાેના પ્રતિનિધિએ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરી હતી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, સોફીએ આ મહિનાની શરૂઆતમાં યુએસના માયામીમાં બાળકીને જન્મ આપ્યો હતો. હાલ તો સોફી ઘરે પણ આવી ગઈ છે. સોફી અને જાેનું આ બીજું સંતાન છે. તેમની પહેલી દીકરી વિલાનો જન્મ જુલાઈ ૨૦૨૦માં થયો હતો.
સોફી ટર્નર બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની જેઠાણી છે. પ્રિયંકાએ જાેના નાના ભાઈ નિક સાથે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. સોફીની વાત કરીએ તો ૨૦૨૨માં તે કેટલીય પબ્લિક ઈવેન્ટ્સમાં બેબી બંપ સાથે જાેવા મળી હતી. જાેકે, તેણે પ્રેગ્નેન્ટ હોવાની પુષ્ટિ મેમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કરી હતી. પ્રેગ્નેન્ટ સોફી પતિ જાે સાથે મેટ ગાલાના રેડ કાર્પેટ પર પણ જાેવા મળી હતી.
ગુરુવારે જાે અને સોફી બંનેના પ્રતિનિધિઓએ તેમના બીજા બાળકના જન્મની પુષ્ટિ એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કરી હતી. તેમણે કહ્યું હતું, જાે જાેનસ અને સોફી ટર્નર આનંદ સાથે જણાવી રહ્યા છે કે, તેમના ઘરે દીકરીનો જન્મ થયો છે.
રસપ્રદ વાત એ છે કે, જાેનસના બીજા ત્રણ ભાઈઓ છે. જેમાંથી ફ્રેન્કી જાેનસ હજી નાનો છે. બાકીના ત્રણ જાેનસ બ્રધર્સ એટલે કે, કેવિન, જાે અને નિક ત્રણેય દીકરીઓના પિતા છે. કેવિન જાેનસની બે દીકરીઓ છે એલાના અને વેલેન્ટિના.priyanka-chopras-jeth-jethani-became-parents-for-the-second-time
જ્યારે નિકની દીકરી માલતી મેરી ચોપરા જાેનસનો જન્મ આ વર્ષે જાન્યુઆરીમાં થયો છે. હવે, જાે જાેનસ પણ બીજીવાર દીકરીનો પિતા બની ગયો છે. નવા મહેમાનના આગમન સાથે અત્યારે જાેનસ પરિવારમાં ખુશીનો માહોલ છે.SS1MS