પ્રિયંકા ચોપરાની બહેન મન્નારા ચોપરાનો વીડિયો વાઈરલ થયો

મુંબઈ, ‘બિગ બોસ ૧૭’માં જોવા મળેલી અભિનેત્રી મન્નારા ચોપરા હાલમાં ‘લાફ્ટર શેફ્સ ૨’માં સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. તે ઘણીવાર તેના ચહેરાના હાવભાવ અને ડ્રેસિંગ સેન્સ માટે ટીકાઓનો સામનો કરે છે, પરંતુ જરાય સુધારો જોવા મળતો નથી.
સલમાન ખાનથી લઈને બધાએ તેને બદલાવ લાવવાનું કહ્યું હતું, પરંતુ બાર્બી હાંડાએ તેની વાત સાંભળી નહીં. હવે તેણે એવો વિચિત્ર વીડિયો શેર કર્યાે છે કે તેને જોયા બાદ લોકોએ ડિલિટ કરવાની અપીલ કરી હતી.
હોળીના તહેવાર વખતે અંકિતા લોખંડેની પાર્ટીમાં મન્નારા ચોપરાએ ધૂમ મચાવી હતી. તેણે એક રીલ બનાવીને તેને એ જ રીતે શેર કરી હતી, ત્યાર બાદ યૂઝર્સે કમેન્ટ સેક્શનમાં તેની આકરી ટીકા કરી હતી અને તેને આ વીડિયો તાત્કાલિક ડિલીટ કરવા કહ્યું હતું. શોર્ટ ટોપ અને ડેનિમમાં સજ્જ ફ્લાઈંગ કિસ આપી રહી હતી તો ક્યારેક તે તેના ડાન્સ મૂવ્સ માદક જણાતા હતા.
મન્નારા ચોપરા જે રીતે ચહેરાના હાવભાવ સાથે બોલે છે, દરેક વ્યક્તિ તેના પર ચિડાય છે. ‘લાફ્ટર શેફ્સ ૨’માં પણ તે આ જ કારણસર મજાકનું પાત્ર બની જાય છે. ઉપરાંત, તેની સુદેશ લાહિરી સાથે જોડી છે, અને તે જીતવા માટે કોઈ પ્રયાસ કરતી નથી, જેના કારણે તેને શેફ હરપાલ સિંહ દ્વારા ઠપકો આપવામાં આવે છે. અબ્દુ રોજિક શોમાં અભિનેત્રીનું અપમાન કરે છે. પરંતુ તે તેની ધૂનમાં ખોવાયેલી રહે છે.
આ ગીતમાં પણ તે ખૂબ જ વિચિત્ર લાગી રહી છે. જેના કારણે તે ટ્રોલ થઈ હતી.મન્નારા ચોપરાએ વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું હતું કે ‘હું રંગોથી રંગાયેલી છું, મારા પર વિશ્વાસ કરો, મારો ડાન્સ હજુ પણ અદ્ભુત છે.’ હવે આ જોયા પછી એક યુઝરે કહ્યું હતું કે મહેરબાની કરીને તેને ડિલીટ કરો.’
બીજાએ લખ્યું હતું કે ડીલીટ કરો. તમે બહુ ગંદા દેખાઈ રહ્યા છો.’ તો અન્ય એકે લખ્યું હતું કે તમારું એકાઉન્ટ કોઈ પ્રોફેશનલ મેનેજરને આપો. હવે તમે મોટા સ્ટાર છો અને આ સસ્તા ફિલ્ટર્સ ફોનમાં સારા નથી લાગતા.’SS1MS