Western Times News

Gujarati News

રાયબરેલી બેઠક પરથી પ્રિયંકા ગાંધી લડી શકે છે લોકસભા ચૂંટણી

નવી દિલ્હી, કાંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધી પરિવારના બીજા સભ્ય છે જે રાજ્યસભાનો ભાગ બનવા જઈ રહ્યા છે. તેમના પહેલા ઈÂન્દરા ગાંધી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. ઇન્દિરા ૧૯૬૪ થી ૧૯૬૭ વચ્ચે રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે.

સોનિયા ગાંધીએ કાંગ્રેસ પરિવારનો ગઢ ગણાતી રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાના બદલે રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું છે. તેઓ ૨૦૦૪થી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આવી સ્થિતિમાં સોનિયા ગાંધીનો રાજ્યસભામાં જવાનો નિર્ણય ચોંકાવનારો છે. જોકે, હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમના પુત્રી પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. પ્રિયંકાએ હજુ સુધી કોઈ ચૂંટણી લડી નથી.

રાજસ્થાનમાં કાંગ્રેસ પાસે રાજ્યસભાના એક સાંસદને ચૂંટવાની સત્તા છે અને સોનિયા આ એક બેઠક માટે ઉમેદવારી નોંધાવશે. ૨૭મી ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાંથી ત્રણ સાંસદો ચૂંટાવાના છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ભૂપેન્દ્ર યાદવ અને કિરોડી લાલ મીણાના સ્થાને આ બેઠકો ખાલી પડી છે.

રાજસ્થાનમાંથી રાજ્ય સભામાં જવાનો સોનિયાનો નિર્ણય દર્શાવે છે કે ગાંધી પરિવાર કે કોંગ્રેસ પાર્ટી હિન્દીભાષી રાજ્યોમાં ફરી પોતાની પકડ મજબૂત કરવા માંગે છે. કોંગ્રેસ પાર્ટી દક્ષિણ ભારતીય રાજ્યોમાં પણ સત્તામાં છે, પરંતુ સોનિયાએ રાજસ્થાનથી રાજ્યસભામાં જવાનું નક્કી કર્યું છે.

કારણ કે, ૨૦૧૯માં રાહુલ ગાંધીએ અમેઠીની સાથે વાયનાડથી પણ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો અને તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેઓ અમેઠીથી ચૂંટણી પણ હારી ગયા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હિન્દીભાષી રાજ્યોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

પાર્ટી રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં એકપણ સીટ જીતી શકી નથી. કોંગ્રેસને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં માત્ર એક જ બેઠક મળી હતી, જ્યારે છત્તીસગઢમાં તેને માત્ર બે બેઠકો મળી હતી.

સોનિયાનો આ નિર્ણય દર્શાવે છે કે પાર્ટી હિન્દી બેલ્ટમાં પોતાનું ગુમાવેલું મેદાન પાછું મેળવવા માંગે છે.સોનિયા ગાંધી ૧૯૯૯માં પહેલીવાર અમેઠીથી લોકસભા સાંસદ બન્યા હતા.

અગાઉ રાજીવ ગાંધી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે, ૨૦૦૪માં રાહુલ ગાંધી આ સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને સોનિયા ગાંધીએ રાયબરેલીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. સોનિયા ગાંધી અગાઉ દક્ષિણ ભારતમાંથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે.

ગાંધી પરિવારમાંથી રાહુલ અને સોનિયા પહેલા  ઈન્દિરાએ દક્ષિણ ભારતમાં ચૂંટણી લડી હતી. જો કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યમાંથી રાજ્યસભામાં ગયા નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.