પ્રિયંકા ગાંધી દર્શન માટે લાઈનમાં ઊભા રહ્યા
(એજન્સી)નવી દિલ્હી, દેશભરમાં શિવરાત્રીની ભક્તિભાવ ભેર ઉજવણી થઈ રહી છે.ઠેર ઠેર શિવાલયોમાં ભાવિકોનો ધસારો જાેવા મળી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આજે મહાદેવજીના દર્શન કરવા માટે લખનૌના શિવ મંદિર ખાતે પહોંચ્યા હતા. Uttar Pradesh | Congress leader Priyanka Gandhi Vadra offered prayers at Sihari Shiva temple in Lucknow on the occasion of #Mahashivratri
જાેકે ત્યાં પહેલેથી જ ભાવિકોની લાઈન હોવાથી તેમણે લાઈનમાં જ ઉભા રહીને પોતાનો વારો આવે ત્યારે દર્શન કરવાનુ પસંદ કર્યુ હતુ. એ પછી તેમણે પૂજા અર્ચના કરી હતી અને મંદિરની બહાર આવ્યા ત્યારે લોકોને મળ્યા હતા તથા બાળકો સાથે પણ વાત કરી હતી.
ભાવિકોએ પણ પ્રિયંકા ગાંધી સાથે સેલ્ફી ખેંચાવી હતી.એ પછી પ્રિયંકા ગાંધીક યુપીમાં ચૂંટણી પ્રચાર કરવા માટે રવાના થઈ ગયા હતા.