Western Times News

Gujarati News

પ્રિયંકા, લારા દત્તા અને દિયા મિર્ઝાની ઇર્ષ્યા થતી હતીઃ અદિતી ગોવિત્રીકર

મુંબઈ, મોડેલ અને ભૂકપૂર્વ મિસીસ ઇન્ડિયા અદિતી ગોવિત્રીકરે મનોરંજનની દુનિયામાં તેની સાથે થતા ભેદભાવ અંગે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. અદિતીએ મોડેલિંગ સાથે તેમજ ૨૦૦૦ના વર્ષમાં મિસિસિ ઇન્ડિયા પ્રતિયોગિતા જીતીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ જ વર્ષે પ્રિયંકા ચોપરા, લારા દત્તા અને દિયા મિર્ઝાએ મોટી બ્યુટી કોમ્પિટીશન્સ જીતી હતી. આ દરમિયાન અદિતીએ એક્ટિંગ પણ શરૂ કરી અને પીએચડીની ડિગ્રી પણ મેળવી. પોતાના મોડેલિંગ સમયના દિવસો યાદ કરીને અદિતીએ કહ્યું કે તેણે પણ પ્રિયંકા, લારા અને દિયાની સાથે જ કૅરિઅર શરૂ કરી હતી અને તેઓ એક જ સમયે સ્પર્ધા પણ જીત્યાં હતાં.

તેમ છતાં તેમની સાથે લોકોના વર્તનમાં ઘણો ભેદભાવ હતો. જોકે, તેમને બધાને એકબીજા સાથે ઘણું સારું બનતું હતું. જ્યારે બેદભાવ અંગે વાત કરતાં અદિતીએ કહ્યું કે, આ સ્પર્ધાઓ જીત્યા બાદ પ્રિયંકા, લારા અને દિયાને ઘર અને ગાડીઓ જેવી મોટી મોટી ભેટ મળતી હતી જ્યારે તેને મિસિસ ઇન્ડિયા જીત્યા બાદ માત્ર એક ફુલોનો ગુલદસ્તો મળ્યો હતો.

ત્યારે તેને આ ભેટની ઇર્ષ્યા થતી હતી. અદિતીએ કહ્યું કે તેને પણ ઘર અને ચાવીઓની અપેક્ષા હતી. જોકે અદિતીએ સ્વીકાર્યું કે, “લારા આ બધામાં સૌથી સહજ અને સૌથી વધુ રમૂજી હતી.”અદિતીએ પોતાની કૅરિઅરમાં એક આખી પ્રદક્ષિણા પુરી કરી હોવાના અનુભવ વિશે પણ વાત કરી.

તેણે ખુલાસો કર્યાે કે મિસમેચ્ડની ત્રીજી સીઝનમાં તેનો રોહિત સરાફની માતાનો રોલ તેની કૅરિઅર સાથે એક ખાસ કનેક્શન ધરાવે છે. તેણે રોહિતને પહેલી વખત પ્રિયંકા ચોપરાની સ્કાઇ ઇઝ પિંકમાં જોયો હતો, જેમાં પ્રિયંકાએ તેની માતાનો રોલ કર્યાે હતો. હવે તે આવો જ એક રોલ કરવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.