પ્રિયંકા-નિક રોમેન્ટિક સમય વિતાવવા આઈલેન્ડ પર પહોંચ્યા
મુંબઈ, પ્રિયંકા ચોપરા અને નિક જાેનસની ગણતરી પાવર કપલમાં કરવામાં આવે છે. બંને પોતપોતાના શિડ્યુલમાં ગમે તેટલા વ્યસ્ત કેમ ના હોય તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે સમય કાઢી જ લે છે. હાલમાં જ પ્રિયંકા અને નિક તુર્ક્સ એન્ડ કેકોસ આઈલેન્ડ પર રજાઓ ગાળવા પહોંચી ગયા હતા. પ્રિયંકા અને નિકે અહીં બીચ ટાઈમ એન્જાેય કરવાની સાથે મનભરીને રોમાન્સ કર્યો હતો.
Priyanka-Nick arrived on the island to spend romantic time
પ્રિયંકા ચોપરાએ પોતાના હોલિડેની ઢગલાબંધ તસવીરો અને વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. કેપ્શનમાં પ્રિયંકાએ પતિ નિકને ટેગ કરવાની સાથે લખ્યું, “આઈલેન્ડ ગર્લ. ફોટો ડમ્પ.” એક તસવીરમાં પ્રિયંકા ચોપરા નિકના ગાલ પર કિસ કરતી જાેવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં સૂર્યાસ્ત થતો દેખાય છે. બીજી એક તસવીરમાં કપલ યૉટમાં બેસીને પોઝ આપી રહ્યું છે.
View this post on Instagram
એક તસવીરમાં પ્રિયંકાએ બ્લેક રંગની બિકીની અને શોર્ટ પહેર્યા છે અને પતિ નિક સાથે પોઝ આપી રહી છે. આ સિવાય દરમિયામાં તરતી, બીચ પર દોડતી, સોફામાં આરામ કરતી અને નારિયેળ પાણીનો આનંદ લેતી પ્રિયંકાની તસવીરો અને વિડીયો પણ છે.
આ તસવીરો જાેઈને ફેન્સ પણ તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા ખૂબ વ્યસ્ત જાેવા મળી હતી. તેણે વેબ સીરીઝ ‘સિટાડેલ’નું શૂટિંગ પૂરું કર્યું છે. જે બાદ તેણે થોડા દિવસ પહેલા જ ઈન્ડિયન હોમવેર લાઈનઅપ લોન્ચ કર્યું છે.
ઘરમાં વપરાતી વસ્તુઓમાં ભારતીય વારસાની છાંટ જાેવા મળે છે. આ ઉપરાંત પ્રિયંકા પાસે ફિલ્મ ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ અને ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે. પ્રોફેશનલ ફ્રંટ પર વ્યસ્ત હોવાની સાથે પ્રિયંકા પોતાના પરિવાર સાથે પણ સમય વિતાવી રહી છે.
જાન્યુઆરી ૨૦૨૨માં જ પ્રિયંકા અને નિક સરોગસી દ્વારા દીકરીના પેરેન્ટ્સ બન્યા હતા. કપલની દીકરીનું નામ માલતી મેરી ચોપરા જાેનસ છે. ફાધર્સ ડે પર પ્રિયંકાએ માલતી મેરીની પપ્પા નિક સાથેની સુંદર તસવીર શેર કરી હતી.SS1MS