પ્રિયંકાએ હ્રિતિક અને રાકેશ રોશનનાં એન્ટિ નેપોટીઝમ વલણના વખાણ કર્યાં
મુંબઈ, પ્રિયંકા ચોપરાએ હ્રિતિક રોશન અને રાકેશ રોશનના દરેકને તક આપવાના વલણના તાજેતરમાં વખાણ કર્યા છે. નેટફ્લિક્સ પર તાજેતરમાં ‘ધ રોશન્સ’ નામની ડોક્યુ સિરીઝ રિલીઝ થઈ છે. જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ રોશન્સ વિશે વાતો કરી છે.
તેમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે રાકેશ રોશન અને હ્રિતિક રોશને તેઓ કઈ રીતે બહારના લોકોને તેમની ફિલ્મોમાં તક આપે છે અને નેપોટીઝમને મહત્વ નથી આપતા તે અંગે વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું, “તેઓ એક લાંબી યાદી બનાવે છે, જેમાં તેઓ નવા લોકોને લાવે છે અને તેમના માટે તકો ઉભી કરે છે. જેથી તેમણે જે બનાવ્યું છે, તેનો લાભ એ લોકો એકલા ન લે અને બહારના લોકોને પણ મળે.
તેમની આ બીજા માટે જગ્યા રાખવાની વિચારધારાને હું ખરેખર સરાહું છું.”પ્રિયંકા ચોપરાએ ક્રિશ અને ક્રિશ ૩માં તેમની સાથે કામ કર્યું હતું. જેમાં તેણે સુપરહિરો ક્રિશનો રોલ કરતા હ્રિતિક રોશન સાથે લીડ રોલ કર્યાે હતો. આ બંને ફિલ્મો રાકેશ રોશનના ફિલ્મક્રાફ્ટ પ્રોડક્શન્સ દ્વારા ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પ્રિયંકાએ ૨૦૧૨માં હ્રિતિક સાથે કરણ મલ્હાત્રાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ અગ્નિપથમાં પણ કામ કર્યું હતું. જે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. હાલ આ મુદ્દો ચર્ચામાં છે કારણ કે અગાઉ પ્રિયંકા એક પોડકાસ્ટમાં ૨૦૨૩માં બોલિવૂડમાં પ્રસરી ગયેલા નેપોટીઝમ પર વાત કરી ચૂકી છે.
તેણે કહ્યું હતું, “બોલિવૂડમાં એવા કલાકારો છે જેમની પેઢીઓની પેઢીઓ ફિલ્મોમાં આવ્યા કરે છે અને તેમને અનેક તકો મળ્યા કરે છે, સામે એવા લોકો પણ છે જે બહારથી આવે છે.
તમે તમારા પરિવારની છેલ્લી આશા છો તો તમારા કાકા તમારા કાકા તામારા તમારા માટે ફિલ્મ નથી બનાવતા, બરાબર? તમારે તમારી જાતે એ મેળવવું પડે છે અને તેના માટે સંઘર્ષ કરવો પડે છે. આ ચિંતાથી જ હું પ્રોડક્શનમાં આવી. કારણ કે છ ફિલ્મો ન ચાલી અને હું કોઈ નેપો બેબી નથી તો મને ચિંતા થઈ. બોલિવૂડની ફિલ્મોમાં મને એવો કોઈનો ટેકો નથી.”SS1MS