દીકરીને ક્રિસમસ માટે રસ્તા પર કરવામાં આવેલી રોશની દેખાડવા લઈ ગઈ પ્રિયંકા
મુંબઈ, ગ્લોબલ આઈકોન અને દેસી ગર્લ તરીકે જાણીતી પ્રિયંકા ચોપરા દરેક તહેવારોને ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવે છે. ક્રિસમસ નજીકમાં છે અને પતિ નિક જાેનસ તેમજ તેના માટે દીકરી માલતી મેરી સાથેનો પહેલું સેલિબ્રેશન છે. આ તહેવાર તેના માટે ખાસ બની રહે તેની ખાતરી તેવો કરી રહ્યા છે.
તેથી જ તેઓ રસ્તા પર કરવામાં આવેલી રોશનીને દેખાડવા માટે તેને લઈને ઘર બહાર નીકળ્યા હતા અને આખો દિવસ ફર્યા હતા. ઠંડીને ધ્યાનમાં રાખીને પરિવારના ત્રણેય સભ્યોએ વિન્ટર વેઅર પહેર્યું હતું અને ત્યાંના આહલાદક વાતાવરણને એન્જાેય કર્યું હતું.
એક્ટ્રેસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ તેમજ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પતિ અને દીકરી સાથેની ડે આઉટની ઝલક દેખાડતી તસવીરો શેર કરી છે, જેમાં સેલ્ફી અને કેન્ડિડ ક્લિસનો પણ સમાવેશ થાય છે. પ્રિયંકા ચોપરાએ શેર કરેલી પોસ્ટની પહેલી તસવીરમાં તેણે પતિ નિક જાેનસ સાથે બ્લેક શેડના વિન્ટર આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું છે. તે મિરર સેલ્ફી લઈ રહી છે જ્યારે નિક તેના મોબાઈલમાં વ્યસ્ત છે.
બીજી તસવીરમાં પ્રિયંકા માલતી મેરીને ઉંચકીને રસ્તા પર ફરી રહી છે જ્યારે ત્રીજી તસવીરમાં મા-દીકરી બંને ડેકોરેટ કરેલા ટ્રી પાસે બેઠા છે અને જાેઈ રહ્યા છે. વ્હાઈટ ઓવરકોટમાં સ્સ્ (માલતી મેરીનું હુલામણું નામ) ક્યૂટ લાગી રહી છે.
આ સાથે તેણે લખ્યું છે ‘શ્રેષ્ઠ શિયાળાના દિવસો…પહેલી તસવીર- પતિને મારી મિરર સેલ્ફીમાં ખરેખર રસ છે’. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની સુંદર સેલ્ફી શેર કરી છે, જેમાં તેણે બ્લેક શ્ વ્હાઈટ કલરની ગરમ ટોપી પહેરી છે અને આંગળીમાં ડાયમંડ રિંગ દેખાઈ રહી છે. આ સાથે લખ્યું છે ‘બહારનું વાતાવરણ ક્રિસ્પ છે’, આ સાથે તેણે દીકરી સાથે મિરર સેલ્ફી પણ શેર કરી છે.
જાે કે, હાર્ટ ઈમોજીનો ઉપયોગ કરી તેનો ચહેરો છુપાવ્યો છે. પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ આવતા મહિને એટલે કે જાન્યુઆરી, ૨૦૨૩માં દીકરી માલતી મેરીનો બર્થ ડે સેલિબ્રેટ કરશે. માલતી મેરીનો જન્મ સરોગસી થકી થયો હોવાની જાહેરાત કપલે સોશિયલ મીડિયા પર કરી હતી. કપલે દીકરીનો ચહેરો હજી દેખાડ્યો નથી. જાે કે, ફર્સ્ટ બર્થ ડે સેલિબ્રેશન પર ઝલક દેખાડે તેવી ફેન્સ આશા રાખીને બેઠા છે.SS1MS