હિંદુ વેડિંગ દરમિયાન ઝોકા ખાઈ રહ્યા હતા પ્રિયંકાના સાસરિયાં
મુંબઈ, ક્યારેક પર્સનલ લાઈફ તો ક્યારેક પ્રોફેશનલ લાઈફ ગ્લોબલ આઈકોન બની ગયેલી પ્રિયંકા ચોપરા સતત કોઈને કોઈ કારણથી લાઈમલાઈટમાં રહે છે. ડિસેમ્બર ૨૦૧૮માં તેણે પોપ્યુલર અમેરિકન સિંગર નિક જાેનસ સાથે રાજસ્થાનના ઉમૈદ ભવનમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. કપલે પહેલી ડિસેમ્બરે વ્હાઈટ વેડિંગ જ્યારે બીજી ડિસેમ્બરે હિંદુ રીતિ-રિવાજથી ફેરા લીધા હતા. આ માટે નિકના પરિવારના દરેક સભ્યો અને અંગત મિત્રો અમેરિકાથી અહીં આવ્યા હતા.
આ દરમિયાન કંઈક એવું થયું હતું જે ખૂબ જ મજેદાર હતું. એક્ટ્રેસ હાલમાં જ રિલીઝ થયેલી વેબ સીરિઝ ‘સિટાડેલ’ના કારણે ચર્ચામાં છે. તેના પ્રમોશન દરમિયાન આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે આ વિશે વાત કરી હતી. વાત એમ છે કે, વિદેશમાં વ્હાઈટ વેડિંગ દિવસે જ થાય છે અને આપણે ત્યાં હવે હિંદુ રીતિ-રિવાજથી સાંજના સમયે લગ્ન કરવાનો ટ્રેન્ડ વધી ગયો છે. જેના કારણે લગ્ન દરમિયાન નિક જાેનસનો પરિવાર ‘સ્લીપ મોડ’માં જતો રહ્યો હતો અને ઝોકા ખાઈ રહ્યો હતો.
પ્રિયંકા ચોપરાએ બ્રિટિશ વોગને આપેલા ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન સાથે જાેડાયેલો કિસ્સો જણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘નિકનો આખો પરિવાર ભારત આવ્યો હતો. તેના માતા-પિતા, બે ભાઈ, તેના મિત્રો અને નાનો ભાઈ પણ સામેલ હતો. અમે હિંદુ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા અને તેના એક દિવસ પહેલા વ્હાઈટ વેડિંગ કર્યા હતા, જે દિવસે હતા.
અમે જ્યોતિષશાસ્ત્રના ચાર્ટ પ્રમાણે લગ્ન ગોઠવ્યા હતા. શુભ મૂહૂર્ત ૧૦ વાગ્યાનું હતું. તેઓ બસ ઝેટ-લેગ્ડ (ભારત અને અમેરિકામાં સમયના અંતરના કારણે) હતા. લગ્ન દરમિયાન હું માત્ર મારા પતિને જાેઈ રહી હતી અને તે તેના પરિવારને ઘૂરી રહ્યો હતો, કારણ કે તેઓ ઝોકા ખાઈ રહ્યા હતા. આ મજેદાર હતું. ‘ધ સિમ્પસંસ’ અમારા બાળપણનો ભાગ રહ્યો છે. પરંતુ હું ભારતીય પરિધાનમાં એક ગોરા છોકરા સાથે લગ્ન કરી હતી તે અંગે મને આશ્ચર્ય હતું.
૧૧૦ દિવસ સુધી એનઆઈસીયુમાં રહીને ઘરે આવેલી દીકરી માલતી મેરીની લેવાયેલી પહેલી તસવીર વિશે પણ પ્રિયંકાએ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે તેની દીકરી કપરા સમયમાંથી પસાર થઈ ત્યારે તેને સમજાયું હતું કે, તેણે તેના જીવનને હવેથી ગંભીરતાથી લેવું પડશે અને તે જાણવું પડશે કે કોઈ પણ કટોકટીએ દુનિયાનો અંત નથી હોતી. આ સાથે તેણે દીકરીને યોદ્ધા ગણાવી હતી અને તેને જાેઈને નિયમિત પ્રેરણા મળી હોવાનું કહ્યું હતું.
જણાવી દઈએ કે, એમએમનો (માલતી મેરીનું હુલામણું નામ) જન્મ સરોગસી દ્વારા જાન્યુઆરી ૨૦૨૨માં થયો હતો. તે પ્રી-મેચ્યોર હોવાથી તેને એનઆઈસીયુમાં રાખવામાં આવી હતી. ૧૦૦થી વધુ દિવસ સુધી તેમા રાખ્યા બાદ તેને ઘરે લાવવામાં આવી હતી. આ સમયે તેની સુખાકારી માટે એક્ટ્રેસે ઘરે પૂજા પણ યોજી હતી.SS1MS