કુંવારી અભિનેત્રીઓને જ ફિલ્મમાં લેતા હતા પ્રોડ્યુસરો

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી મહિમા ચૌધરીએ ઘણાં સમય પહેલાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જે તે સમયે ખુબ ચર્ચામાં રહ્યો હતો. આ ઈન્ટવ્યૂમાં તેમણે કરિયરની શરૂઆત કરી ત્યારે ઈન્ડસ્ટ્રીમાં હિરોઈનોની સ્થિતિ અલગ હતી.
તેમની ક્ષમતા કરતાં તેમના અંગત જીવન પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. મહિમાના કરિયરમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. એક સમય હતો જ્યારે તે ટોચની અભિનેત્રીઓમાંની એક હતી, પરંતુ પછી ધીમે-ધીમે તેને કામ ઓછું મળવા લાગ્યું.
તેમનું નામ ઘણા કલાકારો સાથે પણ જોડાયેલું હતું. લોકપ્રિય ટેનિસ ખેલાડી લિએન્ડર પેશનું નામ પણ સામેલ છે. જો કે, બંને પાછળથી અલગ થઈ ગયા. મહિમાએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પહેલા ફિલ્મમેકર્સ તેમની ફિલ્મોમાં કુંવારી હિરોઈનને કાસ્ટ કરતા હતા.
પરંતુ હવે બધુ બદલાઈ ગઈ છે. વધુમાં જણાવ્યું હતુકે, પરિણીત સ્ત્રીની સરખામણીએ કુંવારી યુવતીઓના શિરે જવાબદારી ઓછી હોય છે. કોઈપણ અભિનેત્રીએ લગ્ન કરેલાં હોય તો તેના પતિ સાથેના સંબંધો, ઘરની જવાબદારી અને એની સાથે ફિલ્મોનું શૂટિંગ આઉટડોર આ બધું મુશ્કેલ હોય છે. સાથે જ કુંવારી અભિનેત્રીઓનું ફેનફોલોઈંગ વધારે હોય છે. તેને કારણે ચાહકો તેની ફિલ્મ જોવાનું પસંદ કરે છે.
જ્યારે લગ્ન બાદ અભિનેત્રીના ચાહકોમાં ખુબ ઘટાડો થઈ જતો હોય છે. આ બધા ઉપરાંત કુંવારી અભિનેત્રીઓને નિર્માતાઓ વધુ અટેન્શન કેમ આપતા હતા તે સવાલનો જવાબ આપવો ખુબ અઘરો છે. કારણકે, Âસ્ક્રન ટેસ્ટ અને ઓડિશનના નામે શું ચાલતું હોય છે તે બધા જ જાણે છે.
મહિમાએ એમ પણ કહ્યું કે અગાઉ સંબંધની અસર કામ પર થતી હતી. જો કોઈ અભિનેત્રી કોઈને ડેટ કરતી હોય, તો લોકો લખતા હતા કે તે કુંવારી અભિનેત્રીની શોધમાં છે. જેમાં કોઈને કિસ પણ ન કરી હોય.અને જો તે પરિણીત છે, તો તેની કારકિર્દી વિશે ભૂલી જાઓ.
મહિમાએ તેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતુ કે તેનું લગ્નજીવન મુશ્કેલીઓથી ભરેલું હતું. પતિ બોબી મુખર્જીથી અલગ થયા બાદ તે પોતાની દીકરીનો ઉછેર એકલા હાથે કરી રહી છે. મહિમાએ તેના લગ્ન જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા. લગ્ન પહેલા બંને એકબીજાને બહુ પ્રેમ કરતા હતા. પરંતુ બાદમાં બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા.
મારો સમયગાળો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. મારા પતિએ મને જરાય સાથ ન આપ્યો. પછી મેં મારી માતા સાથે લગ્નમાં આવતી સમસ્યાઓ વિશે ખુલીને વાત કરી.
મહિમાએ કહ્યું કે તેની માતાએ કહ્યું, ‘મેં તને સંઘર્ષ કરતા જોઈ છે, જીવનના દરેક ક્ષેત્રે જોયા છે, હવે તું શા માટે આત્મહત્યા કરી રહી છે? જો બધું બરાબર ન હોય તો, થોડીવાર અહીં રહો પછી જુઓ કે આ અંતર તમને સારું લાગે છે કે નહીં. મહિમા અને બોબીએ ૨૦૦૬ માં લગ્ન કર્યા હતા અને બંનેએ ૨૦૧૩ માં છૂટાછેડા લીધા હતા. બોબી સાથે તેની એક પુત્રી એરિયાના પણ છે.SS1MS