Western Times News

Gujarati News

ક્રિએટિવિટીના નામે અશ્લીલતા – અભદ્ર ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી : ઠાકુર

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર ઓટીટીપ્લેટફોર્મ પર પ્રસારિત અશ્લીલ કન્ટેન્ટ સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે. ઓટીટીપ્લેટફોર્મ પર અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદ પર કડક વલણ અપનાવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ક્રિએટિવિટીના નામે અશ્લીલતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. આ ચલણને રોકવા માટે સરકાર કડક પગલાં લેતા જરાય અચકાશે નહીં.

એક પત્રકાર પરિષદને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે ઓટીટીપ્લેટફોર્મ પર પ્રસારિત થતા કન્ટેન્ટમાં અશ્લીલતા અને અભદ્ર ભાષાના ઉપયોગ સાથે સંબંધિત ફરિયાદો પર ગંભીરતાથી વિચાર કર્યો છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મને અશ્લીલતા માટે નહીં પણ ક્રિએટિવિટી માટે સ્વતંત્રતા આપવામાં આવી છે. જ્યારે કોઇ હદ વટાવે છે ત્યારે ક્રિએટિવિટીના નામે અપશબ્દો બોલવા કે અભદ્રતા કરવી ક્યારેય સ્વીકારી નહીં લેવાય.

તેમણે કહ્યું કે જાે નિયમોમાં ફેરફાર કરવાની જરૂર પડશે તો માહિતી તથા પ્રસારણ મંત્રાલય આ મામલે કાર્યવાહી કરવામાં જરાય ખચકાશે નહીં. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ઓટીટીપ્લેટફોર્મ પર અનેક પ્રકારની વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મ્સ જાેવા મળી રહી છે, જેમાં વાંધાજનક કન્ટેન્ટ આપવામાં આવી રહ્યા છે. આ અંગે સરકાર સુધી અનેક પ્રકારની ફરિયાદો પહોંચી રહી છે. SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.