નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદ દ્વારા સ્વચ્છ ભારત ૨.૦ અંતર્ગત કાર્યક્રમ યોજાયા
(પ્રતિનિધિ) નડિયાદ, ભારત સરકાર ના યુવા કાર્યક્રમ હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદ ની કાર્યાલય દ્વારા તારીખ ૧ ઓકટોબર થી ૩૧ ઓકટોબર,૨૦૨૨ દરમિયાન સ્વચ્છ ભારત-૨.૦ કાર્યક્રમ ખેડા જીલ્લા ના વિવિધ ગામો માં નેહરુ યુવા કેન્દ્ર-નડિયાદ ની કચેરી સાથે જાેડાયેલ સ્વયં સેવકો તેમજ યુવક/મહિલા મંડળો ના સભ્યો દ્વારા કરવામાં આવશે જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,ગ્રામ પંચાયત,શાળાઓ તેમજ જાહેર જગ્યો જઈ કચરા ની સફાઈ કરવામાં આવશે.
દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છ ભારત ના સપના ને સાકાર કરવા એક જન ભાગીદારી થી આ જન આંદોલન છેવાડા ના માણસ સુધી પહોંચે અને સાચા અર્થ માં સપનું સાકાર થાય તે માટે બનતા પ્રયાસ કરવા યુવાનો ને પ્રોત્સાહિત કરવાનું એક અભિયાન નેહરુ યુવા કેન્દ્ર કચેરી દ્વારા કરવામાં આવશે એવું મહેશ રાઠવા યુવા અધિકારી અને કાર્યક્રમ અધિકારી સંજય પટેલ દ્વારા જણાવેલ છે.હાલ માજ આવા કાર્યક્રમો નું આયોજન મહુધા,મહેમદાવાદ અને કઠલાલ તાલુકાઓ ખાતે કરવામાં આવ્યું છે.અને આગળ પણ જીલ્લા માં ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છ ભારત-ર.૦ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિયો નું આયોજન હાથ ધરવામાં આવશે.