મોટી ઇસરોલ પ્રાથમિક શાળા ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ અવરનેસ કંમ્પેઇન અંતર્ગત કાર્યક્રમો યોજાયા
(પ્રતિનિધિ)મોડાસા, આજરોજ શ્રી મોટી ઇસરોલ પ્રાથમિક શાળા ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ અવરનેસ કંમ્પેઇન અંતર્ગત ગામ ના પૂર્વ સરપંચ શ્રી તથા અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી પ્રભુદાસભાઈ પી. પટેલ ના અધ્યક્ષ સ્થાને ગામના પૂર્વ સરપંચશ્રીઓ શ્રી હીરાદાદા,શ્રી દિપકભાઈ,શ્રી ભીખાભાઈ,શ્રીમતી કોકિલાબેન પટેલ,શ્રી મોહનભાઈ તથા વર્તમાન સરપંચ શ્રી ચેતનાબેન નું પ્રસ્તુતિ પત્રથી સન્માન કરી બાળરમતોત્સવ ને ખુલ્લો મૂકવામાં આવ્યો.
અધ્યક્ષ શ્રી પી.પી.પટેલ સાહેબે બાળકોને જીવનમાં રમતો,યોગ તથા કસરત નું મહાત્મય સમજાવ્યું કાર્યક્રમમાં બાળકો સાથે પંચાયત સ્ટાફ,ગ્રામજનો તથા એસ.એમ.શ્રી સભ્યોએ હાજરી આપી કાર્યક્રમ નું સંચાલન આચાર્ય શ્રી નવનીતભાઈ એ કર્યું હતું.