Western Times News

Gujarati News

સરકારી કચેરીઓમાં અરજદારોને ગેરમાર્ગે દોરતા ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ

પ્રતિકાત્મક

વડોદરા, તા.૦૮ નવેમ્બર, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે વડોદરા શહેર પોલીસ કમિશનરે હુકમ બહાર પાડ્યો છે. શહેરના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં જેવી કે જિલ્લા કલેકટર કચેરી (કોઠી), બહુમાળી બિલ્ડીંગ (કુબેરભવન), જિલ્લા ન્યાયાલયની કચેરી,  જિલ્લા પંચાયત કચેરી,  મહાનગર સેવા સદન, જનસેવા કેન્દ્ર, નર્મદા ભવન, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવે છે.

આવા સ્થળો પર રોજે-રોજ મોટા પ્રમાણમાં નાગરિકો પોતાના કામ માટે આવતા હોય છે તે સિવાયના અનઅધિકૃત્ત ઇસમો કે ઇસમોની ટોળી કચેરીમાં આવતી અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા જેવી પ્રવૃત્તિ કરતા ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

વડોદરા શહેર વિસ્તારમાં તા. ૨૬/૧૧/૨૦૨૩ સુધી આ હુકમનો અમલ કરવાનો રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.