Western Times News

Gujarati News

પ્રોજેકટ રિડેવલપમેન્ટમાં જવાથી માલિકને મળતાં ઘર ભાડાં પર ઈન્કમટેક્ષ લાગે નહીં

એપલેટ ટ્રિબ્યુનલે ચુકાદામાં કહયું, બિલ્ડર તરફથી ચુકવાતું ભાડું આવક ના કહેવાય

(એજન્સી)અમદાવાદ, ઈન્કમટેક્ષ એપલેટ ટ્રીબ્યુનલની મુંબઈ બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, રીડેવલપમેન્ટ પ્રોજેકટને કારણે બિલ્ડર પાસેથી ભાડાનું વળતર ફલેટ માલીકને આપવામાં આવે તો તેના પર ટેક્ષ લાગુ નહી પડે. ફલેટ માલીકે ભાડાં પર અન્ય જગ્યાએ આવાસ લીધું ન હતું. પરંતુ તે તેમના માતાપિતા સાથે રહેવા ગયા હોવાથી ભાડું લાગુ પડયું ન હોતું.

સામાન્ય રીતે જયારે કોઈ બિલ્ડીગ રીડેવલપમેન્ટ માટે જાય છે. ત્યારે ફલેટ માલીકોને બિલ્ડર દ્વારા વૈકલ્પીક આવાસ આપવામાં આવે છે. અથવા માસીક ભાડાનું વળતર ચુકવવામાં આવે છે. ઈન્કમટેક્ષ એપેલેટ ટ્રીબ્યુનલ મુંબઈની બેન્ચે ભાડાં વળતરને કરદાતાની આવકે નહીં પરંતુ મુડી રસીદે ગણાવી હતી. આમ તે ફલેટના માલીકની આવક કરપાત્ર નહી હોવાનો આદેશ મુંબઈની બેન્ચે અનુસર્યો હતો.

અજય પારસમલ કોઠારીના કેસમાં નાણાકીય વર્ષે ર૦૧ર-૧૩માં કમ્પ્યુટર સ્ક્રૂટીનીમાં પદ્ધતિથી પસંદ કરીને ચકાસણી હેઠળ લેવામાં આવ્યયો હતો. તપાસમાં આવકવેરા અધિકારીએ જણાવ્યું કે કોઠારીએ બિલ્ડર પાસેથી રૂ.૩.૭ લાખ મેળવ્યા છે. કરદાતા કોઠારીનો મલાડમાં ફલેટ હતો અને તેને બિલ્ડર રીડેવલપમેન્ટ માટે લઈને રૂ.૩.૭ લાખની રકમ ભાડા પેટે ચુકવ્યા હતા.

ઈન્કમટેક્ષ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, કરદાતાએ વૈકલ્પીક મકાન ભાડા માટે આ રકમનો ઉપયોગ કર્યો નથી. આમ અન્ય સ્ત્રોતની આવક હેઠળ તેને કરપાત્ર આવક તરીકે ગણવાની પ્રક્રિયા કરી છે. જેને લઈને કોઠારીએ ઈન્કમટેક્ષ ટ્રીબ્યુનલમાં અપીલ દાખલ કરી હતી. ટેક્ષ ટ્રીબ્યુનલે નોધ્યું હતું કે, જયાયરે કરદાતા તેના માતાપિતા સાથે રહેતા હતા

ત્યારે પણ તેઓ પુનઃવિકાસ માટે પોતાનો ફલેટ ખાલી કરીને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. આમ ટેક્ષ ટ્રીબ્યુનલે અગાઉના નિર્ણય પર આધાર રાખીને આ કિસ્સામાં પણ ભાડાની આવકને કરપાત્ર ન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અપીલ દાખલ કરવામાં આ ૧પ૬૬ દિવસના વિલંબને પણ ટ્રીબ્યુનલે માફ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.