પ્રોપર્ટી ટ્રાન્સફર ફીમાં કોર્પોરેશન વધારો કરશે
એએમસીની રેવન્યુ કમિટીમાં પ્રોપર્ટી ટ્રાન્સફર ફીમાં વધારાનો લેવાયો ર્નિણય-૨૫ લાખ સુધીના સ્લેબમાં ૧૦૦૦ રૂા. ટ્રાન્સફર ફી લેવામાં આવશે
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી ખાતે મળેલી રેવન્યું કમિટીની બેઠકમાં પ્રોપર્ટી ટ્રાન્સફર ફી માં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સોસાયટીની ટ્રાન્સફર ફી કરતા પ્રોપર્ટીની ટ્રાન્સફર ફી ઓછી હોય છે. ત્યારે આગામી ૧૫ જાન્યુઆરીથી પ્રોપર્ટી ટ્રાન્સફર ફી માં વધારો કરવાનો ર્નિણય એએમસી દ્વારા કરવામા આવ્યો છે.
૨૫ લાખ સુધીની પ્રોપર્ટીમાં ૨ હજાર ફી લેવામાં આવશે અને મિલ્કતની કિંમત પ્રમાણે ફી નક્કી કરવામાં આવશે. ટ્રાન્સફર ફી ને કારણે છસ્ઝ્ર ના વાર્ષિક ૧૫ કરોડની આવક થશે. ત્યારે વિલ અને વારસાઈની મિલકતમાં ફી લાગુ પડશે નહિ.
આ બાબતે અમદાવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના રેવન્યું કમિટિના ચેરમેન જૈનિક વકીલે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશન દ્વારા રેવન્યું કમિટીમાં ર્નિણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રોપર્ટી ટ્રાન્સફર ફી માં વધારો કરવામાં આવ્યો છે.
સોસાયટીની ટ્રાન્સફર ફી કરતા પ્રોપર્ટીની ટ્રાન્સફર ફી ઓછી હોય છે.
આ વધારાનો અમલ તા.૧૬ જાન્યુઆરીથી કરવામાં આવશે. ૨૫ લાખ સુધીના સ્લેબમાં ૧૦૦૦ રૂા. ટ્રાન્સફર ફી લેવામાં આવશે. જ્યારે ૨૫ થી ૫૦ લાખ સુધીની પ્રોપર્ટીમાં ૨ હજાર રૂા. ફી છે અને ૫૦ લાખથી દોઢ કરોડની મિલકત પર ૦.૧૦ % ચાર્જ ફી થશે.
જ્યારે દોઢ કરોડથી ઉપરની મિલકત પર ૦,.૪૦ % ફી લેવામાં આવશે. ટ્રાન્સફર ફી ને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૧૫ કરોડથી વધુની આવક થશે. પાછળના વર્ષમાં ૧૦૪૭૧ કુલ મિલ્કત ટ્રાન્સફર થઈ છે. જેમાં ૧૨૩૭ મિલકત ૫૦ લાખ ઉપરની વીલ અને વારસાઈની મિલક્તમાં ફી લાગુ નહિ પડે તેમ જણાવ્યું હતું.